Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારું આધારકાર્ડ બતાવો કહી ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધા:રાજકોટમાં વૃદ્ધ અને યુવકને છરી બતાવી ધમકી આપી લૂંટ ચલાવનારની પોલીસ કરી ધરપકડ

    12 hours ago

    રાજકોટ શહેરમાં ધોળા દિવસે વૃદ્ધ અને યુવકને એક શખ્સે આંતરી ધાક-ધમકી આપી છરીની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપી મહેન્દ્રસિંહ ચાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધને છરી મારવાની ધમકી આપી પૈસા પડાવ્યા મૂળ ઉપલેટાના કોલકી ગામના વતની હાલ શહેરના કોઠારીયા મેઈન રોડ પર કેદારનાથ સોસાયટીના ગેઈટ પાસે રહેતા રાજેશપરી સેવાપરી ગોસ્વામીએ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 12 સપ્ટેમ્બરના રોજ તે ઘરેથી ગેસનો બાટલો લઈ પોતાના ગામ ભરાવવા જવા ઘરેથી રિક્ષામાં બેસી ગોંડલ ચોકડી પાસે ઉતરી બસની રાહ જોતા હતા, ત્યારે એક અજાણ્યો શખ્સ વૃદ્ધ પાસે આવી કહ્યું કે તું મારી સાથે થોડા વર્ષો પહેલા કારખાનામાં કામ કરતો હતો અને મારા પૈસા લઈ જતો રહેલ તે જ છોને. હું તને ઘણા સમયથી ગોતું છું. તેથી વૃદ્ધે ના કહેતા શખ્સે તારૂ આધારકાર્ડ બતાવ અને તારા ખિસ્સામાં હોય તેટલા પૈસા આપી દે નહીંતર છરી મારી દઈશ કહી વૃદ્ધના ખિસ્સામાંથી પાકીટ કાઢી તેમાં રહેલ રૂ.1500 કાઢી નાશી ગયો હતો. પોલીસે આરોપી મહેન્દ્રસિંહ ચાવડાને ઝડપી પાડ્યો આ જ રીતે જંગલેશ્વર મેઈન રોડ પર રહેતા રમેશકુમાર ચંદ્રદેવ કુસવાહને આંતરી તેને ધમકી આપી તેની પાસેથી રૂ.2500 કઢાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજીડેમ પોલીસે ચોક્કસ બાતમીના આધારે મોચીનગરમાં રહેતા મહેન્દ્રસિંહ રમેશસિંહ ચાવડાને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 4000 રોકડા તેમજ એક એક્સેસ મળી કુલ રૂ.29,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આર્થિક ભીંસના કારણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનું આરોપીએ રટણ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નવા VVIP ટાઉનહોલ પ્રોજેક્ટ સામે ભારે વિરોધ:₹60 કરોડના ખર્ચે મજેવડી દરવાજા પાસે નિર્માણ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો
    Next Article
    રાજકોટમાં નશામાં ધૂત ચાલકે સર્પાકાર કાર દોડાવી:​આજીડેમ પોલીસે જીપ રોકી દારૂ પીધેલા ચાલક અને તેનો સાથી ઝડપાયા, કારમાંથી ધારદાર છરી મળી આવતા બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment