Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં નશામાં ધૂત ચાલકે સર્પાકાર કાર દોડાવી:​આજીડેમ પોલીસે જીપ રોકી દારૂ પીધેલા ચાલક અને તેનો સાથી ઝડપાયા, કારમાંથી ધારદાર છરી મળી આવતા બેની ધરપકડ

    10 hours ago

    રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આજીડેમ ચોકડી પાસે રાત્રિના સમયે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પુરઝડપે અને બેફીકરાઈથી વાહન ચલાવતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે જીપ કાર રોકી તપાસ કરતા ચાલક નશાની હાલતમાં હોવાનું અને ગાડીમાંથી ધારદાર છરી જેવા હથિયાર મળી આવતા પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારૂના નશામાં બેને ઝડપી પાડ્યા ગત 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે સરધાર રોડ તરફથી આવી રહેલી એક મહિન્દ્રા જીપ સર્પાકાર આકારે પુરઝડપે દોડી રહી હતી અને માનવ જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવીને આવતા જોઈ આજીડેમ પોલીસ ચોકી પાસે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આ વાહનને અટકાવીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કાર ચલાવી રહેલો જગદીશ જીવરાજ બોરિયા કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે ગાડીમાં સાથે બેઠેલા અન્ય યુવાન જયેશ વિપુલ સરવૈયા હોવાનું સામે આવતા પોલીસે તેની પણ પૂછપરછ હાથ ધરી હતી. કારની ડીકીમાંથી ધારદાર છરી મળી પોલીસે વાહનની પાછળની ડીકીની તલાશી લેતા તેમાંથી એક લોખંડના હાથાવાળી ધારદાર છરી મળી આવી હતી જે કબ્જે કરી બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહ હાથ ધરવામાં આવી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાની ફરિયાદના આધારે BNS કલમ 281, મોટર વાહન અધિનિયમની કલમ 185 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    તારું આધારકાર્ડ બતાવો કહી ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધા:રાજકોટમાં વૃદ્ધ અને યુવકને છરી બતાવી ધમકી આપી લૂંટ ચલાવનારની પોલીસ કરી ધરપકડ
    Next Article
    ગુજરાતમાં બપોર બાદ વીજળીના કડાકા સાથે વરસાદનો રાઉન્ડ શરુ:અંબાજી હાઈ-વે પર પદયાત્રીઓ અટવાયા, ગીર ગઢડાના ખેતરોમાં પાણી ફરી વળ્યા; અમદાવાદમાં ઝાપટાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment