Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં બપોર બાદ વીજળીના કડાકા સાથે વરસાદનો રાઉન્ડ શરુ:અંબાજી હાઈ-વે પર પદયાત્રીઓ અટવાયા, ગીર ગઢડાના ખેતરોમાં પાણી ફરી વળ્યા; અમદાવાદમાં ઝાપટાં

    1 day ago

    આજરોજ રાજ્યમાં સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધી 44 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો તદુપરાંત માતર, ખેડા, જાંબુઘોડા સહિત 6થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. બપોર બાદ એકાએક માહોલ પલટાતા રસ્તાઓ અને ખેતરો પર પાણી ફરી વળ્યા હતા. બપોર બાદ અમદાવાદમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા અંકુર ચાર રસ્તા, નારણપુરા અને દાણીલીમડા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરુ થયો હતો. દાંતા-પાલનપુર હાઇવે પર અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ પડતાં માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગુજરાતના વરસાદની તસવીરો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર કન્વર્ટ હાલમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થતાં તેમજ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કારણે વરસાદી માહોલ જળવાઈ રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 616.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ 673.9 મીમી કરતાં 8% ઓછો છે. છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને કેટલાક સ્પેલ રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિવાય લો પ્રેશર સિસ્ટમ સિવાય અન્ય એક મોનસુન ટ્રક સિસ્ટમ પણ સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં નશામાં ધૂત ચાલકે સર્પાકાર કાર દોડાવી:​આજીડેમ પોલીસે જીપ રોકી દારૂ પીધેલા ચાલક અને તેનો સાથી ઝડપાયા, કારમાંથી ધારદાર છરી મળી આવતા બેની ધરપકડ
    Next Article
    પ્રદેશ કોંગ્રેસ OBC સેલના ચેરમેન સાથે રૂ.65 લાખની છેતરપિંડી:મહેશ રાજપૂતને પોરબંદરના રોમી મોરજરીયાએ પ્રોમિસરી નોટ લખી આપી વિશ્વાસ કેળવી રૂપિયા પડાવ્યા, 4 વર્ષે પણ પરત ન આપતા નોંધાઈ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment