Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘જુનીગઢીના ગણપતિ’ની ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે:સંવેદનશીલ વિસ્તારોમાં અભેદ્ય સુરક્ષા કોર્ડન, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખડેપગે

    12 hours ago

    ગણેશ ચતુર્થીના સાતમા દિવસે વડોદરાની ઐતિહાસિક ‘જુનીગઢીના ગણપતિ’ની વિસર્જન યાત્રાને લઈને વડોદરા શહેર પોલીસે સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. યાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ, આયોજકો સાથે બેઠક તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડોમિનેશન બાદ વિસર્જન યાત્રા દરમિયાન આગળ-પાછળ, ફ્લૅન્ક, ડી-પોઇન્ટ, ધાબા પોઇન્ટ સહિતના તમામ મહત્વના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સુરક્ષા વ્યવસ્થામાં એક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, 6 ડીસીપી, 1 ડઝનથી વધુ એસીપી, 100થી વધુ પોલીસ અધિકારીઓ તેમજ CAPF અને SRPF ની વિવિધ કંપનીઓ તૈનાત રહેશે. પોલીસ કમિશનરે રૂટ સેનિટાઇઝેશન અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થીના સાતમા દિવસે "જુનીગઢી મિત્ર મંડળ" દ્વારા આયોજિત ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે મંડળના આયોજકો સાથે બેઠક, સમગ્ર યાત્રા માર્ગનું ફિઝિકલ નિરીક્ષણ, રૂટનું સેનિટાઇઝેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફ્લેગમાર્ચ તથા સ્થાનિક શાંતિ સમિતિના અગ્રણીઓ સાથે બેઠકો યોજી સંકલન સાધવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડી-પોઇન્ટ અને ધાબા પોઇન્ટ પર ખાસ સ્ટાફ ગોઠવી દેવાયો છે. BSF, CISF, RAF અને ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમો તૈનાત પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, નવલખી કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની સુગમતા માટે વિશાળ ક્રેન, લોજિસ્ટિક્સ અને સહાયક મશીનરી સજ્જ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા 1 જેસીપી, 6 ડીસીપી, 1 ડઝનથી વધુ એસીપી, 100થી વધુ પીઆઈ-પીએસઆઈ તેમજ ડીસીબી, એસઓજી અને પીસીબીની સ્પેશિયલાઇઝ્ડ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. પેરા-મિલિટરી ફોર્સ તરીકે CAPF ની 4 કંપનીઓ (BSF, CISF, RAF) અને SRPF ની 5 કંપનીઓ બંદોબસ્તમાં સામેલ રહેશે. ‘નેત્રમ’ કમાન્ડ સેન્ટરથી ડ્રોન-CCTV દ્વારા લાઇવ મોનિટરિંગ સુરક્ષા વ્યવસ્થાને હાઇટેક બનાવવા માટે સમગ્ર રૂટ પર સીસીટીવી નેટવર્ક, જવાનોના બોડી વોર્ન કૅમેરા, ડ્રોન સર્વેલન્સ, વિડિયો એનાલિટિક્સ અને વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવીને 'નેત્રમ' કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી સતત લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે. ભૂતકાળના બનાવો અને અસામાજિક તત્વોના થ્રેટને ધ્યાને રાખી શંકાસ્પદોની અટકાયતી પગલાં હેઠળ ધરપકડ કરવામાં આવી છે તેમજ સોશિયલ મીડિયા પર સાયબર પેટ્રોલ્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનરે તમામ નગરજનો, ભક્તો અને મંડળોને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, ભીડ નિયંત્રણમાં સહકાર આપવા અને કોઈપણ શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સિવિલ અને જનાના હોસ્પિટલમાં દવાનો જથ્થો ખૂટ્યો:સિરીંજની અછત વચ્ચે સુપરિન્ટેન્ડેન્ટ કમલ ડોડિયાનો વિચિત્ર બચાવ, કહ્યું- મોટું કુટુંબ હોય તો થોડી ખેંચતાણ ચાલતી હોય
    Next Article
    નવા VVIP ટાઉનહોલ પ્રોજેક્ટ સામે ભારે વિરોધ:₹60 કરોડના ખર્ચે મજેવડી દરવાજા પાસે નિર્માણ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment