Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલ અને જનાના હોસ્પિટલમાં દવાનો જથ્થો ખૂટ્યો:સિરીંજની અછત વચ્ચે સુપરિન્ટેન્ડેન્ટ કમલ ડોડિયાનો વિચિત્ર બચાવ, કહ્યું- મોટું કુટુંબ હોય તો થોડી ખેંચતાણ ચાલતી હોય

    15 hours ago

    રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ પરિસર સ્થિત જનાના હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીને પગલે વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે અત્યંત આવશ્યક દવાઓ તેમજ ઇન્જેક્શન આપવા માટે વપરાતી ડિસ્પોઝેબલ સિરીંજનો સ્ટોક તળિયે બેસી ગયો હોવાની વિગતો સામે આવી છે. મહિલાઓ અને નવજાત શિશુઓની સારવાર માટે જાણીતી જનાના હોસ્પિટલમાં જરૂરી તબીબી સાધનોના અભાવે દર્દીઓ અને તેમના સગાઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે હોસ્પિટલના ઉચ્ચ સંચાલકો વ્યવસ્થા સુધારવાને બદલે લૂલા બચાવ કરી રહ્યા છે. દરેક વોર્ડમાંથી સ્ટોર પાસે માંગણી છતાં માત્ર 10 ટકા માલ મળ્યો જનાના હોસ્પિટલમાં દરરોજ સેંકડો મહિલાઓ અને બાળકો ઓપીડી તથા ઇન્ડોર વોર્ડમાં દાખલ થાય છે. હોસ્પિટલના વિવિધ વોર્ડમાંથી દૈનિક ધોરણે સિરીંજ અને જીવનજરૂરી દવાઓ મેળવવા માટે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં માંગણી પત્રક (ઈન્ડેન્ટ) મોકલવામાં આવે છે. જોકે સ્ટોરમાં પૂરતો જથ્થો ન હોવાના કારણે કુલ જરૂરિયાતના માત્ર 10 ટકા જેટલો જ સામાન વોર્ડમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. ઈન્ડેન્ટ બુકમાં સિરીંજનો સ્ટોક ન હોવા અંગેની સત્તાવાર નોંધ અને તેના ફોટા સામે આવતાં હોસ્પિટલ સ્ટાફની આંતરિક ખેંચતાણ અને તંત્રની પોલ છતી થઈ ગઈ છે. એક જ સિરીંજનો પુનઃ ઉપયોગ થતો હોવાની દહેશત સિરીંજની તીવ્ર તંગીને પગલે દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એક જ સિરીંજનો ઉપયોગ વારંવાર કરવામાં આવી રહ્યો છે કે કેમ તે અંગે ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે. તબીબી પ્રોટોકોલ અનુસાર વપરાયેલી સિરીંજનો પુનઃ ઉપયોગ દર્દીઓમાં જીવલેણ ઇન્ફેક્શન કે ચેપી રોગો ફેલાવી શકે છે. સરકારી હોસ્પિટલમાં મફત સારવારની આશાએ આવતા ગરીબ પરિવારોને લાચાર બનીને બહારના મેડિકલ સ્ટોરમાંથી સિરીંજ અને દવાઓ ઊંચા ભાવે ખરીદવાની ફરજ પડી રહી છે. અધિક્ષક ડોડિયાએ બચાવ કરી સ્ટોક પૂરતો હોવાનો દાવો કર્યો આ સમગ્ર લાપરવાહી મુદ્દે જ્યારે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. કમલ ડોડિયા સમક્ષ સવાલો ઉઠાવવામાં આવ્યા ત્યારે તેમણે સીધો જવાબ આપવાને બદલે કહ્યું હતું કે, "મોટું કુટુંબ હોય તો થોડી ઘણી ખેંચતાણ ચાલતી હોય છે. પરિવારમાં અમુક વસ્તુ ઓછી-વધારે હોઈ શકે, પરંતુ અમે દર્દીઓને કોઈ તકલીફ પડવા દઈશું નહીં. હોસ્પિટલ તંત્ર દર્દીઓના વડીલ તરીકે અહીં બેઠું છે." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે અછતની વાત હવે ભૂતકાળ બની ગઈ છે અને હાલ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે; સોશિયલ મીડિયાના કારણે ખોટો માહોલ ઊભો થયો છે. આ સાથે થેલેસેમિયાના દર્દીઓની સારવાર પણ તેમની પ્રાથમિકતામાં હોવાનું અને પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Canadian Trade Minister Maninder Sidhu Confident Of Wrapping Up India Trade Talks By Year-End
    Next Article
    ‘જુનીગઢીના ગણપતિ’ની ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે:સંવેદનશીલ વિસ્તારોમાં અભેદ્ય સુરક્ષા કોર્ડન, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખડેપગે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment