Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ કરેલા દાવાની રકમ પત્નીને ચૂકવવાનો ગ્રાહક કોર્ટનો હુક્મ:VVIP મૂવમેન્ટના કારણે પોલીસે રિક્ષા ચોરીની ફરિયાદ લીધી નહોંતી, ક્લેઈમ ફગાવનાર ICICI લોમ્બાર્ડને કોર્ટની ફટકાર

    6 hours ago

    ગ્રાહક તકરાર નિવારણ કમિશન, અમદાવાદ ગ્રામ્યના પ્રમુખ એ.બી. પંચાલ અને સભ્ય ડી.એમ. સોનીની બેંચે ઓટો રિક્ષા ચોરીના ક્લેઈમ કેસમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને મૃતક ફરિયાદીના પત્ની લલિતાબેન ડબગરને રૂ. 1.50 લાખની રકમ 2023 થી વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો મહત્ત્વનો હુકમ કર્યો છે. આ ઉપરાંત વીમા કંપનીને માનસિક ત્રાસ અને લીગલ ખર્ચ પેટે પણ અલગથી રકમ ચૂકવવાનો આદેશ કરાયો છે. ગ્રાહક કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે વીમા કંપનીઓ ટેકનિકલ કારણો દર્શાવીને કાયદેસરનો ક્લેઈમ નકારી શકે નહીં. બંદોબસ્તના કારણે પોલીસે મોડી FIR નોંધી હતી અમદાવાદના રહીશ સ્વ. મહેશભાઈ ડબગરે પોતાની ઓટો રિક્ષાનો વીમો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 2022માં લીધો હતો. 23 ઓગસ્ટ, 2022ના રોજ સ્વ. મહેશભાઈની રિક્ષા ચોરાઈ ગઈ હતી. તે સમયે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીના અમદાવાદ પ્રવાસના બંદોબસ્તમાં પોલીસ રોકાયેલી હોવાથી પોલીસે તુરંત FIR નોંધવાને બદલે અઠવાડિયા પછી આવવા જણાવ્યું હતું. જેથી 10 દિવસ બાદ 3 સપ્ટેમ્બર, 2022ના રોજ FIR નોંધાઈ હતી અને ચોરીના 13 દિવસ બાદ વીમા કંપનીને લેખિત જાણ કરીને IDV મુજબ રૂ. 1,50,000નો ક્લેઈમ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ કારણ આગળ ધરી વીમા કંપનીએ ક્લેઈમ નકાર્યો હતો ફરિયાદીએ યોગ્ય પુરાવા સાથે ક્લેઈમ કરવા છતાં વીમા કંપનીએ FIR અને જાણ કરવામાં 13 દિવસનો વિલંબ થયો હોવાનું કારણ દર્શાવી ક્લેઈમ ફગાવી દીધો હતો. જેથી સ્વ. મહેશભાઈએ 'ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશન'ના પ્રમુખ સુચિત્રા પાલ મારફતે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. સુનાવણી દરમિયાન મહેશભાઈનું નિધન થતાં તેમના પત્ની લલિતાબેને કેસ આગળ ધપાવ્યો હતો. ગ્રાહક કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે આદેશ કર્યો ગ્રાહક કમિશને રજૂ કરાયેલા યોગ્ય પુરાવા, ઈરડાના (IRDAI) પરિપત્ર અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના તારણો ધ્યાને લઈને વીમા કંપનીની દલીલો ફગાવી દીધી હતી. કોર્ટે ICICI લોમ્બાર્ડને 20 જાન્યુઆરી 2023 થી વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે રૂ. 1.50 લાખની સંપૂર્ણ રકમ તેમજ માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચની રકમ ચૂકવી આપવા આદેશ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એમેઝોન કંપનીના પાર્સલ ચોરી કૌભાંડનો પર્દાફાશ:પાર્સલમાંથી અસલ માલ બદલીને વેસ્ટેજ કપડાં પધરાવી દેતી ઠગ ટોળકી પોલીસના સકંજામાં
    Next Article
    અરવલ્લીમાં કારે 10 ઘેટાંને કચડ્યા:મોડાસા-માલપુર રોડ પર સાકરીયા પાસે 5 ઘાયલ, પશુપાલકોની આજીવિકા પર સંકટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment