Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પામાં બ્યુટી ટ્રીટમેન્ટના‎નામે દેહવ્યાપાર:કડીના નેપ્ચ્યુન આર્કેડના બે સ્પામાં બ્યુટી ટ્રીટમેન્ટના નામે દેહવ્યાપાર,10 રૂપલલના અને 5 ગ્રાહકો મળ્યા

    3 days ago

    કડી શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની અનૈતિક પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કડી-છત્રાલ રોડ પર આવેલા નેપ્ચ્યુન આર્કેડ શોપિંગ સેન્ટરમાં આવેલા બે સ્પા સેન્ટરમાં પોલીસે દરોડો પાડી 10 યુવતીઓ અને 5 ગ્રાહકોને ઝડપી લીધા હતા. આ મામલે બે સ્પા સંચાલક સહિત કુલ 4 સામે કાર્યવાહી હાથ ધરી છે. કડી પોલીસને બાતમી મળી હતી કે નેપ્ચ્યુન આર્કેડમાં આવેલા ડેન સ્પા-2માં અજયસિંહ જાદવ અને ધ તાજ સ્પા એન્ડ બ્યુટીમાં મિત પટેલ સ્પાની આડમાં બહારના રાજ્યોની યુવતીઓને લાવી દેહવ્યાપાર કરાવવામાં આવે છે. જેના આધારે પીઆઈ રબારીની ટીમે મહિલા પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ડેન સ્પા-2માંથી મેનેજર શૈલેષ નટવરભાઈ મહેરિયા, ત્રણ ગ્રાહકો અને ચાર યુવતીઓ મળી આવી હતી. પોલીસે અહીંથી મોબાઇલ ફોન, રોકડ રકમ, કોન્ડોમ, હિસાબના ચોપડા સહિત રૂ.25,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ધ તાજ સ્પા એન્ડ બ્યુટીમાંથી સંચાલક મિત પ્રવીણભાઈ પટેલ, બે ગ્રાહકો અને છ યુવતીઓ મળી આવી હતી. તપાસ દરમિયાન અહીંથી વિદેશી દારૂની 9 બોટલો પણ મળી આવી હતી. પોલીસે આ સ્પામાંથી મોબાઇલ, રોકડ, કોન્ડોમ અને દારૂ સહિત કુલ રૂ.1,15,149નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ધી ઇમ્મોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ તથા BNS -2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ગ્રાહકથી રૂ.2 હજાર લઇ‎લલનાને 1 હજાર આપતા સ્પાના ઓથા હેઠળ ચાલતી દેહવિક્રયની પ્રવૃત્તિમાં ગ્રાહક પાસેથી રૂ.2 હજાર લેવાતા હતા. જેમાં રૂ.1 હજાર યુવતીને આપતા અને રૂ.1 હજાર સંચાલક પોતે રાખતા હતા. હાલ ચાર સામે ગુનો નોંધાયો છે અને તે પૈકી ત્રણની અટકાયત કરાઇ છે. હજુ વધુ તપાસ ચાલુ રહી છે તેમ કડી પીઆઇઇ એ.એસ. રબારીએ જણાવ્યું હતું. આ ચાર સામે ગુનો 1. શૈલેષ નટવરભાઈ સોમાભાઈ મહેરિયા ડેન સ્પા-2નો મેનેજર રહે.કડી શાસત્રીનગર સોસાયટી 2. મિત પ્રવીણભાઈ અંબાલાલ પટેલ ધ તાજ સ્પા એન્ડ બ્યુટીનો સંચાલક રહે. મૂળ ચાણસ્મા, કોટવાડીયાપુરા 3. અજયસિંહ દિલીપસિંહ જાદવ સંચાલક અને પત્રકાર રહે. કડી મલ્લીવાસ 4. જૈમીન પ્રહલાદભાઈ પટેલ રહે. મહેસાણા સિલીકોન સ્પ્રોન્ડ્રા સોસાયટી
    Click here to Read More
    Previous Article
    કડી સિંધીવાડામાંથી સ્કૂટર ચોરી કર્યાની કબૂલાત‎:20 દી'પહેલા ચોરેલા સ્કૂટર સાથે કડીનો શખ્સ ઝડપાયો
    Next Article
    ગાંજો આપનાર સાજીદ નામના શખ્સની શોધખોળ:મહેસાણા ચિકનશોપમાંથી 123 ગ્રામ ગાંજા સાથે મહિલા પકડાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment