Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ફ્લિપકાર્ટના પાર્સલ ચોરી કરનાર ડિલિવરી બોય ઝડપાયો:LCB પોલીસે ભાવનગરના ગંગાજળિયા તળાવ પાસેથી આરોપીને રૂ. 4.60 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો

    7 hours ago

    સુરતમાં ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરી કિંમતી પાર્સલો ચોરીને ફરાર થઈ ગયેલા શખ્સને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ઝડપી પાડ્યો છે. મોતીબાગ રોડ, ગંગાજળિયા તળાવની પાળ પાસેથી શંકાસ્પદ હાલતમાં મોંઘા મોબાઈલ અને કિંમતી સામાન વેચવાનો પ્રયાસ કરતી વખતે આરોપી રૂત્વીક વિનુભાઈ મકવાણાની અટકાયત કરવામાં આવી હતી. સામાન અંગે યોગ્ય આધાર-પુરાવા કે બિલ રજૂ ન કરી શકતાં પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. કિંમતી પાર્સલોની બેગ લઈને નાસી છૂટ્યો હતો પોલીસની ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે સુરત ખાતે ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પંદર દિવસ પહેલાં ગ્રાહકોને પહોંચાડવા માટે તેને સોંપવામાં આવેલી કિંમતી પાર્સલોની બેગ કંપની કે ગ્રાહકોને આપવાના બદલે તે ચોરી કરીને રવાના થઈ ગયો હતો. આરોપી પાસેથી આઈફોન, ગૂગલ પિક્સલ, સેમસંગ, વીવો અને લાવા કંપનીના મોબાઈલ, એપલ એરબડ્સ, સ્માર્ટવોચ, પાવર બેંક તથા બ્રાન્ડેડ ઘડિયાળો મળી કુલ ₹4,60,512 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વિશ્વાસ કેળવી ચોરી કરવાની પદ્ધતિ આરોપીની ગુના કરવાની વિશિષ્ટ પદ્ધતિ (Modus Operandi) મુજબ તે કુરિયર કંપનીમાં નોકરી મેળવીને સૌપ્રથમ સુપરવાઈઝરનો વિશ્વાસ કેળવતો હતો. ત્યારબાદ વધુ કિંમતી સામાન ધરાવતી ડિલિવરી કીટ પોતાના કબજામાં મેળવીને સામાન સગેવગે કરી ફરાર થઈ જતો હતો. આ ચોરી અંગે સુરતના સારોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો હતો. આગળની કાર્યવાહી માટે ગંગાજળિયા પોલીસને સોંપાયો ભાવનગર LCBની ટીમે સફળતાપૂર્વક કામગીરી કરી આરોપી તેમજ જપ્ત કરાયેલો કરોડોનો મુદ્દામાલ આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. સુરત પોલીસ પણ આ મામલે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં કારે 10 ઘેટાંને કચડ્યા:મોડાસા-માલપુર રોડ પર સાકરીયા પાસે 5 ઘાયલ, પશુપાલકોની આજીવિકા પર સંકટ
    Next Article
    સુરતમાં 25 ઓક્ટો.એ ભાજપની 2KM લાંબી પદયાત્રા, 25,000 લોકો જોડાશે:‘રાહુલ ગાંધી લીડર ઓફ ઓપોઝિશન નહીં, લાયર ઓફ ઓપોઝિશન’, પ્રદેશ મહામંત્રીનો વિપક્ષ પર આકરો પ્રહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment