Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 25 ઓક્ટો.એ ભાજપની 2KM લાંબી પદયાત્રા, 25,000 લોકો જોડાશે:‘રાહુલ ગાંધી લીડર ઓફ ઓપોઝિશન નહીં, લાયર ઓફ ઓપોઝિશન’, પ્રદેશ મહામંત્રીનો વિપક્ષ પર આકરો પ્રહાર

    7 hours ago

    સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. સુરતના અડાજણ વિસ્તારમાં 2 કિલોમીટર લાંબી આ પદયાત્રા યોજાશે, જેમાં અંદાજે 25 હજાર જેટલા નાગરિકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન અંગે સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે વિગતો આપતાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, વિરોધ પક્ષ યુવાનો અને વિદ્યાર્થીઓની આડ લઈને દેશની ચૂંટાયેલી સ્થિર સરકારને અસ્થિર કરવા માટે અરાજકતા ફેલાવી રહ્યો છે અને ભાજપ આ પદયાત્રા થકી જનતા સમક્ષ સત્ય ઉજાગર કરશે. ‘વિપક્ષ સ્થિર સરકારને અસ્થિર કરવા માગે છે’ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને દુનિયામાં ભારતનું ગૌરવ વધી રહ્યું છે અને ભાજપ પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત મજબૂત થઈ રહ્યો છે. જનતાએ વિરોધ પક્ષને ચૂંટણીઓમાં સદંતર જાકારો આપ્યો હોવાથી તેઓ હવે સત્તા ન મળવાના હતાશામાં આંદોલનોના નામે ષડયંત્રો રચી રહ્યા છે. વિપક્ષ દ્વારા EVM માં ગડબડી, લોકતંત્ર પર અવિશ્વાસ, ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર પર અવિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કોરાટે કહ્યું કે, તેઓ ‘લીડર ઓફ ઓપોઝિશન’ નહીં પરંતુ ‘લાયર ઓફ ઓપોઝિશન’ છે, જેઓ પાણી વગરની માછલીની જેમ સત્તા માટે તડપીને રોજ નવા જુઠ્ઠાણાં ફેલાવી યુવાનોને ભટકાવી રહ્યા છે. યુવાનો અને જનતાને સાચી માહિતી પહોંચાડાશે પ્રશાંત કોરાટે સ્પષ્ટતા કરી હતી કે વિરોધ પક્ષ ગમે તેટલા ભ્રમ ફેલાવે, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ દરેક વર્ગના લોકો સુધી પહોંચીને સાચી હકીકત રજૂ કરશે. ભારતીય બંધારણ ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલું એક મજબૂત કવચ છે અને દેશ તેના આધારે જ પ્રગતિ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશની જનતાનો લોકશાહી, બંધારણ અને બંધારણીય સંસ્થાઓ પર વિશ્વાસ અતૂટ રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ હેતુથી ભાજપ દ્વારા ‘લોકશાહી બચાવો, અરાજકતા હટાવો’ના મજબૂત સંકલ્પ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. પદયાત્રામાં સી.આર. પાટીલ અને પ્રદેશ અધ્યક્ષ રહેશે હાજર સુરતના પશ્ચિમ વિસ્તાર એવા અડાજણમાં યોજાનારી આ 2 કિલોમીટર લાંબી પદયાત્રામાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ હાજરી આપી પદયાત્રાનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, મહામંત્રી કરસનભાઈ, વિરલભાઈ સહિત શહેર સંગઠનના તમામ પદાધિકારીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. અડાજણના મુખ્ય માર્ગો પરથી પસાર થનારી આ યાત્રાને લઈને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં 33 પદયાત્રા, સુરતથી થશે શુભારંભ આ અભિયાન માત્ર સુરત પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર દેશમાં દિવાળી પહેલાં 33 જેટલા મહત્વના સ્થળો પર આવી પદયાત્રાઓ યોજવાનું આયોજન ભાજપ દ્વારા કરાયું છે. ગર્વની વાત એ છે કે સમગ્ર ભારતની અંદર આ પ્રકારની સૌથી પહેલી પદયાત્રા સુરત મહાનગરમાંથી શરૂ થઈ રહી છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો દિવાળી પૂર્વે 4 મોટા ઝોનમાં કાર્યક્રમો યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના કેન્દ્ર સમા સુરત બાદ રાજકોટ, કર્ણાવતી (અમદાવાદ) અને વડોદરા મહાનગરમાં પણ તબક્કાવાર પદયાત્રાઓ કાઢવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ફ્લિપકાર્ટના પાર્સલ ચોરી કરનાર ડિલિવરી બોય ઝડપાયો:LCB પોલીસે ભાવનગરના ગંગાજળિયા તળાવ પાસેથી આરોપીને રૂ. 4.60 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો
    Next Article
    સાપુતારામાં લીલા-સૂકા ગાંજા સાથે દંપતી ઝડપાયું:₹3.56 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment