Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપુતારામાં લીલા-સૂકા ગાંજા સાથે દંપતી ઝડપાયું:₹3.56 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

    7 hours ago

    ડાંગ જિલ્લામાં "નો ડ્રગ્સ ઈન સાઉથ ગુજરાત" અભિયાન ચાલી રહ્યું છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા કાર્યવાહી થઈ રહી છે. એસ.એન.ટી.એફ.ના પીએસઆઈ એમ.એસ. રાજપૂત અને સાપુતારા પોલીસ ટીમે ખાનગી માહિતીના આધારે વોચ ગોઠવી. 22 ઓક્ટોબર, 2025ના રોજ સાપુતારાના હનુમાનજના મંદિર પાસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલને રોકવામાં આવી. મોટરસાયકલ પર સવાર ગણેશભાઈ રમેશભાઈ માહલા (ઉંમર 33) અને તેમની પત્ની હંસાબેન ગણેશભાઈ માહલા (ઉંમર 28)ની તપાસ કરતા 0.454 કિલો લીલો-સૂકો ગાંજો મળ્યો. આ ગાંજાની કિંમત 3,23,200 રૂપિયા છે. પોલીસે 4,800 રોકડા, બે મોબાઈલ ફોન (કિંમત 20,000), એક એવેન્જર મોટરસાયકલ (કિંમત 20,000) અને એક લેડીઝ પર્સ (કિંમત 50) સહિત કુલ 3,56,050 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. દંપતી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. આ કેસમાં નાશિકના મહારાજ નામનો એક આરોપી વોન્ટેડ છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 25 ઓક્ટો.એ ભાજપની 2KM લાંબી પદયાત્રા, 25,000 લોકો જોડાશે:‘રાહુલ ગાંધી લીડર ઓફ ઓપોઝિશન નહીં, લાયર ઓફ ઓપોઝિશન’, પ્રદેશ મહામંત્રીનો વિપક્ષ પર આકરો પ્રહાર
    Next Article
    સોની વેપારી સાથે સોનાના દાગીનાની લૂંટના બંને આરોપીઓ .:ખોટી ચલણી નોટો લઈ વેપારીને સોનાના દાગીના ખરીદવાના બહાને બોલાવી ચાકુની અઢારે લાખોની લૂંટ ચલાવનાર બંને કુખ્યાત આરોપીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment