Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોની વેપારી સાથે સોનાના દાગીનાની લૂંટના બંને આરોપીઓ .:ખોટી ચલણી નોટો લઈ વેપારીને સોનાના દાગીના ખરીદવાના બહાને બોલાવી ચાકુની અઢારે લાખોની લૂંટ ચલાવનાર બંને કુખ્યાત આરોપીઓ ઝડપાયા

    7 hours ago

    ​જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સોની વેપારી સાથે સોનાના દાગીનાની લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગંભીર ગુનાના પગલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ. બી. ચૌધરીએ ગઈકાલે સાંજે ફરિયાદી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેઓ જૂનાગઢના માંડવી ચોક, ચોકસી બજાર ગોલારાણા ગલી વિસ્તારમાં રહે છે અને 'આલીફા જ્વેલર્સ' નામની સોનીની દુકાન ચલાવે છે. તેમની આ દુકાને એક શખ્સ ઘરેણાં ખરીદવાની લાલચ આપીને આવ્યો હતો અને દુકાનેથી પસંદગી કરીને 1 જોડી ઈયરિંગ્સ તથા 1 જોડી સોનાની ચેઇન પસંદ કરી હતી. ​ઘરેણાં પસંદ કર્યા બાદ આરોપીએ એવું બહાનુ ધર્યું કે હાલ તેની પાસે રોકડા પૈસા નથી અને પૈસા આંગડિયા પેઢીમાં પડ્યા છે, તેથી જો ફરિયાદી ઘરેણાં લઈને તેની સાથે ચાલશે તો તે પૈસા આપી દેશે. આ ભરોસામાં આવીને ફરિયાદી પોતાની બાઈક ઉપર આરોપીને પાછળ બેસાડીને આઝાદ ચોકથી આગળ જૂની સિવિલ હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા, જ્યાં અગાઉથી જ એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી સાથે આરોપી ઊભો હતો. ગાડીમાં બેસીને આરોપીએ કહ્યું કે પૈસા આંગડિયા પેઢીમાં નહીં પરંતુ ગાડીમાં જ પડેલા છે, ત્યારબાદ ગાડીમાં અગાઉથી જ હાજર રહેલા ડ્રાઇવરે પાછળથી કાળા કલરની બેગ કાઢીને પૈસા ગણવાનું કહ્યું હતું. જ્યારે ફરિયાદીએ પૈસા ગણવાની વાત કરી ત્યારે આરોપીએ પોતાની પાસે રહેલું ચાકુ કાઢીને ફરિયાદીને ડરાવી-ધમકાવીને સોનાના દાગીનાનું પેકેટ લૂંટી લીધું હતું અને ધક્કો મારીને નાસી છૂટ્યા હતા. ​આ લૂંટની ઘટનામાં કુલ 42 ગ્રામ અને 740 મિલીગ્રામ સોનું લૂંટાયું હતું, જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા 3,43,833 જેટલી થાય છે. ઘટના બનતાની સાથે જ જાગૃત ફરિયાદીએ તાત્કાલિક ગાડીનો નંબર નોંધી લીધો હતો અને તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન ગાડી કોર્ટ આગળ ધીમી પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગાડીને કૉર્ડન કરી લીધી હતી અને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ફરિયાદી પાસેથી ગયેલા તમામ સોનાના ઘરેણાં ઉપરાંત ગુનામાં વપરાયેલું ચાકુ, બંને આરોપીઓના મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલી i-20 કાર જપ્ત કરી લીધી છે. ​પીઆઈ એ. બી. ચૌધરી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેસના પકડાયેલા મુખ્ય આરોપીનું નામ મિહિર અશ્વિનભાઈ વાળા છે, જે રાજકોટનો રહેવાસી છે અને અગાઉ પણ તેની સામે રાજકોટ સિટીમાં ચીટિંગનો ગુનો નોંધાયેલો છે. જ્યારે બીજો આરોપી ડ્રાઇવર તરીકે કુલદીપસિંહ શિવુભા વાળા છે, જેની સામે અગાઉ પ્રોહિબિશન અને મારામારીના 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર ગુનો આર્થિક ફાયદો અને લાભ મેળવવા માટે આચરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, અને પોલીસે કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાપુતારામાં લીલા-સૂકા ગાંજા સાથે દંપતી ઝડપાયું:₹3.56 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
    Next Article
    પંચમહાલમાં LCB અને શહેરા પોલીસે દારૂ ઝડપ્યો:કેવડીયાથી ₹32.57 લાખનો મુદ્દામાલ મળ્યો, પસનાલથી 2 શખસ પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment