Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં LCB અને શહેરા પોલીસે દારૂ ઝડપ્યો:કેવડીયાથી ₹32.57 લાખનો મુદ્દામાલ મળ્યો, પસનાલથી 2 શખસ પકડાયા

    7 hours ago

    પંચમહાલ જિલ્લામાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે બે અલગ-અલગ કાર્યવાહી કરી છે. ગોધરાના કેવડીયા ગામ પાસે LCBએ બાતમીના આધારે મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલાને રોકી ₹27.51 લાખનો દારૂ જપ્ત કર્યો. રાજસ્થાનના ગોગારામ જયકિશન ગોદારા બિશ્નોઈની ધરપકડ કરાઈ. વાહનમાં રોયલ બ્લ્યુ અને લંડન પ્રાઇડ વ્હિસ્કીની 12,048 બોટલો હતી. બીજી કાર્યવાહીમાં, શહેરાના પસનાલ ગામે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે રાજેન્દ્રભાઈ ઉર્ફે રાહુલ પટેલ અને ઇશ્વરભાઈ ઉદેસિંહ પટેલને મોટરસાઇકલ પર દારૂ લઈ જતા પકડ્યા. તેમની પાસેથી રોયલ બ્લ્યુ વ્હિસ્કીની 96 બોટલો (₹6,600) અને મોટરસાઇકલ મળી કુલ ₹26,600નો મુદ્દામાલ જપ્ત કરાયો. આ બંને કાર્યવાહીમાં પોલીસે કુલ ₹32.84 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સંબંધિત પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    સોની વેપારી સાથે સોનાના દાગીનાની લૂંટના બંને આરોપીઓ .:ખોટી ચલણી નોટો લઈ વેપારીને સોનાના દાગીના ખરીદવાના બહાને બોલાવી ચાકુની અઢારે લાખોની લૂંટ ચલાવનાર બંને કુખ્યાત આરોપીઓ ઝડપાયા
    Next Article
    FDA Crackdown On 'Unsafe Food': Patanjali Gets Recall Order Of Sale Of Cow Ghee's Batch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment