Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમેઝોન કંપનીના પાર્સલ ચોરી કૌભાંડનો પર્દાફાશ:પાર્સલમાંથી અસલ માલ બદલીને વેસ્ટેજ કપડાં પધરાવી દેતી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

    6 hours ago

    સુરત શહેરમાં ઓનલાઇન ખરીદી કરતી જાણીતી કંપની એમેઝોન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર એક મોટા રેકેટનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો, એમેઝોન કંપનીના પાર્સલ પીક-અપનું કામ કરતા મુખ્ય ઇસમે ગ્રાહકો સાથે ઠગાઈ કરવાનું પ્લાનિંગ રચ્યું હતું. ચોરી કરેલો સામાન પોતાના જ મિત્રને વેચી દેતો આ સમગ્ર કૌભાંડમાં એમેઝોન કંપનીમાંથી પાર્સલ પીક-અપનું કામ કરતા નરેશભાઈ વિજયભાઈ બાવિષ્કર નામના શખ્સે કંપનીના અસલ સામાનની હેરાફેરી કરી હતી. તે અસલ પાર્સલમાંથી મૂળ કપડાં કાઢી લઈને તેની જગ્યાએ વેસ્ટેજ અને નકામા કપડાં ભરી દેતો હતો અને તે પાર્સલ ગ્રાહકોને ડિલિવરી માટે મોકલી આપતો હતો. આ રીતે ચોરી કરેલો અસલ અને કિંમતી સામાન તે પોતાના જ મિત્ર રવિ સંતોષ જૈસ્વાલને વેચી દેતો હતો, જે એમેઝોન કંપનીમાં જ ટેમ્પો ચલાવવાનું કામ કરતો હતો. બુધવારી બજારમાં કોઈપણ જાતના આધાર-પૂરાવા વગર ખુલ્લેઆમ વેચાણ આ ગુનામાં સહઆરોપી બનેલા રવિ અને તેની પત્ની કાવ્યા ભેગા મળીને આ ચોરીનો માલ વેસુ વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર પાસે ભરાતી બુધવારી બજારમાં કોઈપણ જાતના આધાર-પૂરાવા વગર ખુલ્લેઆમ વેચાણ કરતા હતા. પોલીસને આ મામલે બાતમી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ઊંડાણપૂર્વક તપાસ કરીને આ આખી મોડસ ઓપરેન્ડી પકડી પાડી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં નરેશભાઈ વિજયભાઈ બાવિષ્કર ઉ.વ. 37, રહે. ભેસ્તાન, રવિ સંતોષ જૈસ્વાલ ઉ.વ. 21, રહે. ભેસ્તાન અને તેની પત્ની કાવ્યા ઉ.વ. 19નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સુરતના ભેસ્તાન વિસ્તારના રહેવાસી છે. રૂપિયા 4,93,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી જનસ્યા, તવસ્યા, ગો-સીરીકી અને વિંજા જેવી પ્રખ્યાત કંપનીઓની લેડીઝ કુર્તીઓ, દુપટ્ટા, પેન્ટ તેમજ વિવિધ પ્રકારની સાડીઓ અને લેગીસ સહિતનો કુલ રૂપિયા 4,93,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલ બાબતે સચિન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જિયો IPOના ત્રણ દિવસમાં 7 રેકોર્ડ:દેશનો સૌથી મોટો ઇશ્યૂ, 100 મિનિટમાં સંપૂર્ણ ભરાયો; ટાર્ગેટ કરતાં 22 ગણી વધુ અરજી મળી
    Next Article
    પતિએ કરેલા દાવાની રકમ પત્નીને ચૂકવવાનો ગ્રાહક કોર્ટનો હુક્મ:VVIP મૂવમેન્ટના કારણે પોલીસે રિક્ષા ચોરીની ફરિયાદ લીધી નહોંતી, ક્લેઈમ ફગાવનાર ICICI લોમ્બાર્ડને કોર્ટની ફટકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment