Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિયો IPOના ત્રણ દિવસમાં 7 રેકોર્ડ:દેશનો સૌથી મોટો ઇશ્યૂ, 100 મિનિટમાં સંપૂર્ણ ભરાયો; ટાર્ગેટ કરતાં 22 ગણી વધુ અરજી મળી

    9 hours ago

    5 સપ્ટેમ્બર 2016ના રોજ રિલાયન્સે ‘જિયો’ નામે મફત સિમનું વિતરણ શરૂ કર્યું. એટલું જ નહીં, ત્યારબાદના 6 મહિના સુધી ઇન્ટરનેટ પણ મફત આપ્યું. જિયો સ્ટોર્સ પર ગ્રાહકોની લાંબી કતારો લાગી ગઈ. 10 વર્ષ પછી આ જિયોએ જ્યારે ભારતનો સૌથી મોટો IPO લાવ્યો, ત્યારે લોકો ફરી એકવાર મોટી સંખ્યામાં જોડાઈ ગયા. જિયો વિશ્વભરમાં 1 કરોડથી વધુ અરજીઓ મેળવનાર પ્રથમ IPO તો બન્યું જ, સાથે જ તેણે 3 દિવસમાં 7 રેકોર્ડ બનાવી નાખ્યા. પ્રથમ રેકોર્ડ: એક કરોડ અરજીઓનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ IPO વૈશ્વિક સ્ટોક માર્કેટના ઇતિહાસમાં જિયો પ્લેટફોર્મ્સ એવો પ્રથમ IPO બની ગયો છે, જેને 10 મિલિયન એટલે કે 1 કરોડથી વધુ વ્યક્તિગત રોકાણકારોની અરજીઓ મળી છે. આ પહેલાં આ રેકોર્ડ ભારતની જ વારી એનર્જીઝના નામે હતો, જેને લગભગ 97.3 લાખ અરજીઓ મળી હતી. બીજો રેકોર્ડ: ભારતીય કોર્પોરેટ ઇતિહાસનો સૌથી મોટો IPO ₹30,213 કરોડના ઇશ્યૂ કદ સાથે જિયો પ્લેટફોર્મ્સનો IPO ભારતના ઇતિહાસનું સૌથી મોટું ઇક્વિટી ઓફરિંગ બની ગયું છે. આ પહેલાં આ રેકોર્ડ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના નામે હતો. ત્રીજો રેકોર્ડ: સૌથી વધુ પબ્લિક સબ્સ્ક્રિપ્શન બિડ્સ એન્કર બુક સહિત જિયો પ્લેટફોર્મ્સ IPO માટે કુલ શેરની માગ ₹7.4 લાખ કરોડ રહી. પબ્લિક સબ્સ્ક્રિપ્શન કેટેગરીમાંથી ₹4.9 લાખ કરોડથી વધુની બિડ્સ મળી. ડેટાના આધારે એન્કર બુક બહાર મળેલી બિડ્સની વેલ્યુના મામલે આ ભારતનો સૌથી મોટો IPO બની ગયો છે, જેણે LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના 2025 IPOનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત એન્કર બુકમાં એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવેલા ₹8,110 કરોડના શેરોની સરખામણીએ આશરે ₹2.5 લાખ કરોડની માગ મળી. ચોથો રેકોર્ડ: સંપૂર્ણપણે ફ્રેશ શેર ધરાવતો સૌથી મોટો IPO કુલ ₹30,213 કરોડનો ઇશ્યૂ 27 કરોડ નવા ફ્રેશ શેરોથી બનેલો હતો. ઓફર ફોર સેલ (OFS) વાળા IPOથી વિપરીત, તેમાં પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અથવા વ્યૂહાત્મક રોકાણકારો મેટા અને ગૂગલે પોતાની કોઈ હિસ્સેદારી વેચી નથી. પાંચમો રેકોર્ડ: સૌથી ઝડપથી સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થનાર મેગા IPO પહેલાં જ દિવસે ખુલ્યાના 100 મિનિટથી ઓછા સમયમાં આ ઇશ્યૂ સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. આ પહેલાં ₹15,000 કરોડથી વધુના ભારતીય IPOને સંપૂર્ણપણે ભરવામાં સામાન્ય રીતે 2થી 3 દિવસનો સમય લાગતો હતો. છઠ્ઠો રેકોર્ડ: બિડિંગના કલાકો વધારનાર પ્રથમ IPO ભારે એપ્લિકેશન વોલ્યુમને સંભાળવા માટે BSE અને NSEએ આ IPO માટે દરરોજના બિડિંગના સમયમાં વધારો કર્યો. સામાન્ય રીતે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલતી બિડિંગ વિન્ડોને આ ઇશ્યૂ માટે સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચલાવવામાં આવી. સાતમો રેકોર્ડ: નવી લિસ્ટેડ કંપની માટે સૌથી વધુ પ્રારંભિક માર્કેટ વેલ્યુએશન ₹1,119 પ્રતિ શેરના અપર પ્રાઇસ બેન્ડ પર, જિયો પ્લેટફોર્મ્સનું પોસ્ટ-લિસ્ટિંગ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ₹10.3 લાખ કરોડ રહેવાનો અંદાજ છે. ટ્રેડિંગના પહેલા જ દિવસે તે ભારતની ટોચની 4 અથવા 5 સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપનીઓમાં સામેલ થઈ જશે. ત્રણ દિવસમાં આ IPO કુલ 22.19 ગણો સબ્સ્ક્રાઇબ થયો NSE મુજબ, ત્રણ દિવસમાં આ IPO કુલ 22.19 ગણો સબ્સ્ક્રાઇબ થયો. રોકાણકારોએ ઓફર માટે રાખવામાં આવેલા 19.75 કરોડ શેરની સરખામણીએ 438 કરોડથી વધુ શેરો માટે બોલીઓ લગાવી. સંસ્થાકીય રોકાણકારો તરફથી સૌથી વધુ માગ ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) એટલે કે મોટા રોકાણકારોએ આ IPOમાં સૌથી વધુ રસ દાખવ્યો. તેમનો અનામત હિસ્સો 70.55 ગણો સબ્સ્ક્રાઇબ થયો, જેમાં 4.9 કરોડ અનામત શેરોની સામે 345.75 કરોડથી વધુ શેરો માટે બિડ મળી. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NIIs)નો હિસ્સો 14 ગણો ભરાયો, જ્યાં 3.64 કરોડ શેરોની સામે 51.03 કરોડ શેરો માટે બિડ લગાવવામાં આવી. રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RII) કેટેગરીમાં 8.5 કરોડ અનામત શેરોની સામે 23.11 કરોડ શેરો માટે બિડ મળી, જેના કારણે આ હિસ્સો 2.72 ગણો સબ્સ્ક્રાઇબ થયો. ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ શું હોય છે? ફ્રેશ ઇશ્યૂ: તેમાં કંપની નવા શેરો જાહેર કરીને બજારમાંથી ભંડોળ ઊભું કરે છે અને આ નાણાં સીધા કંપનીના વ્યવસાયના વિસ્તરણમાં ઉપયોગમાં લેવાય છે. ઓફર ફોર સેલ (OFS): તેમાં કંપનીના હાલના પ્રમોટર્સ અથવા રોકાણકારો પોતાના હિસ્સાના શેરો વેચીને બહાર નીકળી જાય છે અથવા નફો વસૂલ કરે છે. આ નાણાં કંપનીને મળતાં નથી. -------------------------- આ સમાચાર પણ વાંચો: JIO 1 કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પહેલો IPO:20 ગણાથી વધુ બોલીઓ મળી, 20%થી વધુનું વળતર મળી શકે છે જિયો પ્લેટફોર્મ્સ 1 કરોડ અરજીઓ પાર કરનાર દુનિયાનો પ્રથમ IPO બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ ભારતની જ વારી એનર્જીઝ લિમિટેડના નામે હતો, જેના IPOને લગભગ 97 લાખ અરજીઓ મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    एनएल चर्चा 446: दुनिया भर में सुलगता जन-असंतोष, मार्को रुबियो का भारत दौरा और दिल्ली में गहराता स्मॉग
    Next Article
    એમેઝોન કંપનીના પાર્સલ ચોરી કૌભાંડનો પર્દાફાશ:પાર્સલમાંથી અસલ માલ બદલીને વેસ્ટેજ કપડાં પધરાવી દેતી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment