Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મુખ્યમંત્રીના VVIP બંદોબસ્ત સમયે પોલીસકર્મી પર હુમલો:મહિલા સહિત 3 લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી, સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી, 3 સામે ગુનો નોંધાયો

    10 hours ago

    વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે ગોઠવાયેલ VVIP બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મચારી સાથે દુર્વ્યવહાર અને હુમલાની ઘટના સામે આવી છે. 3 લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ અંગે 3 સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ અજીતસિંહ લક્ષ્મણસિંહ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન દુમાડ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક નિયંત્રણની ફરજ સોંપવામાં આવી હતી. બંદોબસ્ત અંતર્ગત પોલીસ સ્ટાફ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે તરફથી આવતા વાહનોને રોકી કોન્વોય પસાર થાય ત્યાં સુધી વ્યવસ્થા જાળવવામાં આવી રહી હતી. રાત્રે આશરે 9:26 વાગ્યે કંટ્રોલ રૂમથી બંદોબસ્ત સમાપ્ત થવાનો મેસેજ મળ્યા બાદ પોલીસે દુમાડ ચોકડી પાસે વાહનોને નિયમ મુજબ રોકી માર્ગ વ્યવસ્થા જાળવી હતી. તે દરમ્યાન એક હોન્ડા પેશન બાઈક પર સવાર વ્યક્તિએ પોલીસના ઈશારા છતાં વાહન ન રોકતા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા બાઈક સવાર વ્યક્તિએ તોછડું વર્તન કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે રહેલા અન્ય એક યુવાન તથા ઈકો કારમાંથી ઉતરેલા બે મહિલા અને એક પુરુષે પણ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી અને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા અન્ય પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને એક આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન, સાથે આવેલી એક મહિલાએ ઘટનાનો વીડિયો બનાવી પોલીસને સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ કૌશિકભાઈ બિપિનભાઈ પટેલ, પ્રેમલ કૌશિકભાઈ પટેલ તથા ફાલ્ગુનીબેન કૌશિકભાઈ પટેલ, ( ત્રણેય રહે. ગણેશપુરા, તા. વાઘોડિયા) હોવાનું જણાવ્યું હતું. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ક્રેટા લઈને ચોર ક્રેટા ચોરવા આવ્યા, CCTV:અવાજ ન થાય એટલે કારને ધક્કો મારીને લઈ ગયા; મોઢે બુકાની બાંધીને ચોરી કરી, અમદાવાદના નારણપુરાનો બનાવ
    Next Article
    ગઝવા એ હિન્દની સ્થાપનાના સપના જોતા બે આતંકવાદીઓ ઝડપાયા:બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા, મોબાઇલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ; ગુજરાત ATSનું ઓપરેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment