Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તમે ચારેતરફથી ઘેરાઈ ગયા છો, તમામ હાથ ઊંચા કરી દો':ડ્રગ્સ ઘૂસાડવા માફિયાઓએ રૂટ બદલ્યો છતા ગુજરાત ATSની નજરથી બચી ન શક્યા, કોસ્ટગાર્ડ સાથે મળી આ રીતે પાર પાડ્યું ઓપરેશન

    20 hours ago

    ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે અરબસાગરમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી લક્ષદ્વીપ નજીકથી 5 પાકિસ્તાનીઓને અંદાજીત 3000 કરોડના 526 કિલો MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા.છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ગુજરાતના દરિયાકાંઠા પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ડ્રગ્સ માફિયાઓેએ ડ્રગ્સ ઘૂસાડવા અન્ય રૂટ પસંદ કર્યો છતા ATSની નજરથી બચી ન શક્યા. 20 દિવસ પહેલા જ ગુજરાત ATSને બાતમી મળતા 12 કર્મચારીઓ સાથે 2 પીઆઈની ટીમ કોસ્ટગાર્ડ સાથે મળી તપાસમાં લાગી હતી. સેટેલાઈટની મદદથી સતત 19 દિવસ સુધી બોટને ટ્રેસ કરવામાં આવી અને અંતે ભારતીય જળસીમામાં આવતા જ મધદરિયે ઓપરેશન હાથ ધરી તમામને ઝડપી પાડવામાં આવ્યા. 10 સપ્ટેમ્બરથી ગુજરાત ATSની ટીમ બોટની તપાસમાં લાગી એક ઈરાની બોટ પાકિસ્તાનથી ડ્રગ્સ ભરીને ભારત આવવા રવાના થઈ હોવાની ગુજરાત ATSના PI જે.એન. પટેલને બાતમી મળી. ડ્રગ્સ ભરેલી બોટ કોચી પાસેથી પસાર થવાની હોય 10 સપ્ટેમ્બરે ATSના PI બી.એચ. કોરાટ અને વી.એન. વાઘેલા 12 કર્મચારીઓની ટીમ સાથે કોચી જવા રવાના થયા. કોચી પહોંચ્યા બાદ ઈન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તપાસ કરતા બોટ ઈન્ટરનેશનલ બોર્ડરમાં હોવાનું જાણવા મળ્યું. સેટેલાઈટની મદદથી બોટને ટ્રેસ કરવામાં આવી ઈરાની બોટને સેટેલાઈટ દ્વારા ATSઅને કોસ્ટ ગાર્ડ દ્વારા ટ્રેસ કરવામાં આવી.આ બોટ ઇન્ટરનેશનલ સીમામાં હોવાથી તેને પકડી શકાય તેમ ન્હોતું. જેથી તે ભારતીય જળસીમામાં પ્રવેશે ત્યાં સુધી રાહ જોવામાં આવી.જળસીમામાં પ્રવેશતા જ કોસ્ટગાર્ડ અને ATS દ્વારા બોટની શોધખોળ શરૂ કરવામાં આવી. 'તમને ઈન્ડિયન કોસ્ટગાર્ડે ઘેરી લીધા છે, તમામ હાથ અધ્ધર કરી દો' કોસ્ટગાર્ડ અને ATSની ટીમ મધદરિયે શંકાસ્પદ બોટ નજીક પહોંચતા જ કોસ્ટગાર્ડે ચેતવણી આપતા કહ્યું કે, તમે ચારેતરફથી ઘેરાઈ ગયા છો, તમામ લોકો હાથ ઊંચા કરીને આગળની તરફ આવી જાવ. કોસ્ટગાર્ડની શીપમાંથી 30 જેટલા જવાનો અલગ અલગ સ્પીડ બોટમાં ડ્રગ્સ ભરેલી બોટ સુધી પહોંચ્યા. બોટમાં તપાસ કરતા 526 કિલો ડ્રગ્સ અને સાથે 5 પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા. ડ્રગ્સને જથ્થો કોચીથી મુંબઈ અને મુંબઈથી તમિલનાડુ પહોંચવાનો હતો ATSએ ઝડપ પાડેલા પાંચેય પાકિસ્તાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેઓને પાકિસ્તાનથી આ ડ્રગ્સનો જથ્થો ભરી આપવામાં આવ્યો હતો. દરિયાઈ માર્ગે કોચીથી લક્ષદ્રીપ થઈ મુંબઈ અને મુંબઈથી તમિલનાડુ પહોંચાડવાનો હતું. તમિલનાડુથી ટુકડે ટુકડે પાકિસ્તાન જવાનું હતું. ડ્રગ્સના જથ્થા સાથે બોટને મુંબઈ લઈ જવામાં આવી ડ્રગ્સ સાથે આ બોટ મુંબઈના જેટી પર લાવવામાં આવી હતી.બોટ મુંબઈ પહોંચતા જ એટીએસની અન્ય ત્રણ ટીમ મુંબઈ જવા રવાના થઈ હતી.પંચનામુ પૂરું થયા બાદ ઝડપાયેલા પાંચે પાકિસ્તાનીઓ અને ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લાવવામાં આવશે.એટીએસ દ્વારા આ કેસની સ્વતંત્ર રીતે તપાસ પણ કરવામાં આવશે.આ ડ્રગ્સ કેસમાં પંજાબના વ્યક્તિ અને નાઈઝીરીયન વ્યક્તિનું નામ ખુલ્યું છે જેની તપાસ ચાલી રહી છે. આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદમાં નાઈજીરીયનની મિટિંગ, 5 પાકિસ્તાની 3,000 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 526 કિલોથી વધુ એમડી ડ્રગ્સ અને મેથામ્ફેટામાઈનનો જથ્થો કબજે કર્યો છે. આ ડ્રગ્સ લઈને આવી રહેલા પાંચેય શખસ પેશાવર પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ લઈ જવાતો હતો તે પહેલાં જ ATSની ટીમે ઝડપી પાડ્યો છે. ATSએ પકડેલા ડ્રગ્સની કિંમત અંદાજિત 3 હજાર કરોડ જેટલી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    દુધે તે ભરી તલાવડી... સોન્ગ પર યુવાનો ગરબે ઘૂમ્યા:રાજકોટના પટેલ ગરબા ક્લાસના ગરબા રસિકો નવરાત્રિમાં ધૂમ મચાવવા તૈયાર
    Next Article
    કેસરિયો રંગ તને લાગ્યો.. સોન્ગ પર ખેલૈયાઓના અવનવા સ્ટેપ્સ:અમદાવાદના રંગરસિયા ક્લાસિસના ગરબારસિકો નવરાત્રિમાં ગરબે ઘૂમવા તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment