Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમલગ્ન કરનાર યુવતીના ચોટલો પકડી પિયરિયાઓ સ્કોર્પિયોમાં ઉઠાવી ગયા, CCTV:ચાંદની પટેલે ચાર મહિના પહેલા જ મહેસાણાના ડો. સ્મિત સાથે લગ્ન કર્યા'તા

    1 week ago

    મહેસાણામાં રહેતા ડો. સ્મિત પરમારના પત્ની ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો ઘરમાંથી અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ચાંદની પટેલ અને ડો. સ્મિતના ચાર મહિના પહેલા જ પ્રેમલગ્ન થયા હતા. જેનાથી યુવતીના પરિવારજનો નારાજ હોય યુવતી જ્યારે તેની સાસરીમાં હતી ત્યારે જ બપોરના સમયે આવેલા તેના માતા-પિતા સહિતના શખસો વાળ પકડી ઘરમાંથી ખેંચી ગયા. અપહરણની સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે અપહત યુવતી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ચાંદની પટેલના અપહરણની બે તસવીર યુવકની જ્ઞાતિ અલગ હોય લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હતા મહેસાણામાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. સ્મિત પરમારના 23 એપ્રિલ, 2026ના દિવસે પાલનપુરના સદરપુર ગામની ચાંદની પટેલ સાથે પ્રેમલગ્ન થયા હતા. જો કે, ડો. સ્મિત પરમારની જ્ઞાતિ અલગ હોય ચાંદનીના પરિવારજનો પ્રેમલગ્ન માટે તૈયાર ન હતા અને નારાજ હતા. ચાંદનીના માતાપિતા સહિતના લોકોએ ઘરમાં ઘૂસી અપહરણ કર્યું 18 ઓગસ્ટે બપોરના સમયે ચાંદની પોતાની સાસરીમાં સાસુ સાથે હતી. આ સમયે જ બપોરના સમયે ચાંદનીના પિતા જીતેન્દ્ર પટેલ, માતા નીતાબેન, કાકા નરેશભાઈ સહિત અજાણ્યા પાંચેક શખસો વેગનઆર અને સ્કોર્પિયો કારમાં આવ્યા હતા.ચાંદનીના માતાની તબિયત સારી ન હોવાનું કહી ઘરમાં પ્રવેશ કર્યો અને વાતચીત શરૂ કરી. માતાપિતાએ પોતાની દીકરીને મળવાની ઈચ્છા વ્યકત કરતા ચાંદની ઉપરના રૂમમાં સૂતી હોય તેને નીચે બોલાવી હતી. આ સમયે જ માતાપિતા સહિતના લોકોએ ઝપાઝપી શરૂ કરી દીધી અને ચાંદનીના વાળ પકડી ઘરની બહાર ઢસડી ગયા. ચાંદનીના માતાને ઘટનાસ્થળે જ મૂકી અન્ય લોકો કારમાં નાસી ગયા અપહરણ દરમિયાન ભાગદોડ અને ઝપાઝપી થતા આરોપીઓ સાથે આવેલા ચાંદનીના માતા કારમાં ચડી ન શકતા નીચે પડ્યા હતા. જો કે, ચાંદનીને કારમાં બેસાડી દીધી હોય અન્ય પરિવારજનોએ ચાંદનીના માતા નીતાબેનને ઘટનાસ્થળે જ મૂકી નાસી ગયા હતા. આસપાસ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોંચી હતી. અપહરણનો બનાવ સીસીટીવીમાં કેદ થયો ડો. સ્મિત પરમારના ઘરમાં સીસીટીવી લાગેલા હોવાથી આરોપીઓ જ્યારે ચાંદનીનું અપહરણ કરવા આવ્યા અને ખેંચીને લઈ ગયા તે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો. પોલીસે સીસીટીવીના આધારે યુવતી અને તેને ઉઠાવી જનારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ડો. સ્મિતના માતાએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ સમાચાર પણ વાંચોઃ કાજલ મહેરિયાનો ધડાકો, ‘હું અલ્પેશ સાથે દોઢ વર્ષથી રિલેશનમાં સિંગર કાજલ મહેરિયાના લવ મેરેજ મામલે પણ થોડા મહિના પહેલા વિવાદ વકર્યો હતો. 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો સોશિયલ મીડિયામાં વીડિયો સામે હતો.તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપો કરતા જોવા મળ્યા હતા.કાજલની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું કે, છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે. 21 એપ્રિલના રોજ, લગ્નના વધતા વિવાદ વચ્ચે લોકગાયિકા કાજલ મહેરિયાએ વીડિયોના માધ્યમથી ખુલાસો કર્યો હતો. કાજલના જણાવ્યા અનુસાર, તેણે અલ્પેશ સાથેના દોઢ વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મંદિર પાસે મધરાતે ડિમોલિશન, ફારસી શિલાલેખ તોડી નાખ્યો:પુરાતત્વ વિભાગનું રક્ષિત સ્મારક કોના આદેશથી તોડ્યું; કલેક્ટરનું સૂચક મૌન
    Next Article
    ટંકારામાં ટ્રકે ટક્કર મારી વૃદ્ધને ટાયર નીચે કચડ્યા;CCTV:બાઇક સહિત કચડાતાં વૃદ્ધનું મોત; નેકનામ પડધરી રોડ પર અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment