Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ- 108 વર્ષ જૂના ઓલિમ્પિયા કોફી હાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ:કિચનમાં યુરિનલ, ફ્રિજમાં મીટનું લોહી અને કોકરોચ પણ મળ્યા

    21 hours ago

    મુંબઈના પ્રસિદ્ધ અને 108 વર્ષ જૂના ઓલિમ્પિયા કોફી હાઉસનું ફૂડ લાઇસન્સ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ સસ્પેન્ડ કરી દીધું છે. કોલાબા સ્થિત આ રેસ્ટોરન્ટમાં FDAની તપાસ દરમિયાન ખોરાક રાખવાની જગ્યા અને સ્વચ્છતા સંબંધિત ઘણી ગંભીર ગેરરીતિઓ મળી આવી હતી. FDA અનુસાર, રેસ્ટોરન્ટના ફૂડ સ્ટોરેજ વિસ્તારમાં યુરિનલ મળ્યું હતું. આ ઉપરાંત કોકરોચ અને માખીઓનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો. ફ્રિજની અંદર મીટનું લોહી જોવા મળ્યું હતું અને કાચા શાકાહારી તથા માંસાહારી ખોરાકને અલગ રાખવાની યોગ્ય વ્યવસ્થા નહોતી. 16 સપ્ટેમ્બરે ગ્રાહકની ફરિયાદ બાદ FDAની ટીમે મુંબઈના ઓલિમ્પિયા કૉફી હાઉસનું નિરીક્ષણ કર્યું. તપાસમાં ખોરાકને જમીન પર રાખવો, ગંદા પાણીનો ઉપયોગ કરવો અને અસ્વચ્છ રીતે ખોરાક બનાવવો જેવી ખામીઓ મળી આવી. વાસણો ધોવાની જગ્યા ગંદી હતી અને ખોરાક કાપવા માટેના લાકડાના ચોપિંગ બોર્ડ પણ ખરાબ હાલતમાં હતા. કર્મચારીઓ માટે જરૂરી સુરક્ષાત્મક કપડાં પણ મળ્યાં નહોતાં. 35માંથી 34 કર્મચારીઓએ ટ્રેનિંગ લીધી નહોતી FDA મુજબ, રેસ્ટોરન્ટમાં 35 ફૂડ હેન્ડલર કામ કરે છે. તેમાંથી 34 લોકોએ જરૂરી ફૂડ સેફ્ટી ટ્રેનિંગ લીધી નહોતી. તપાસ દરમિયાન પાણીનો ફરજિયાત અહેવાલ અને સેનિટેશન રેકોર્ડ પણ મળ્યા નહોતા. આ ખામીઓને કારણે FDAએ ફૂડ લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધું. જ્યાં સુધી લાયસન્સ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ ખોરાક ખરીદી, બનાવી, સંગ્રહિત, વેચી કે વિતરિત કરી શકશે નહીં. ખામીઓ દૂર કર્યા બાદ અને FDAની ફરીથી તપાસ પછી જ આગળનો નિર્ણય લેવામાં આવશે. ક્રિસ્ટોફર નોલન-ટોમ હોલેન્ડ પણ અહીં આવ્યા હતા 1918માં શરૂ થયેલું ઓલિમ્પિયા કોફી હાઉસ મુંબઈના જૂના જાણીતા કૅફેમાં સામેલ છે. આ વર્ષે જુલાઈમાં હોલિવૂડ અભિનેતા ટોમ હોલેન્ડ અને મૅટ ડેમન સાથે ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલન પણ અહીં આવ્યા હતા. નાયર હોસ્પિટલની કૅન્ટીન સામે પણ કાર્યવાહી મહારાષ્ટ્ર FDAએ મુંબઈના મિલન પંજાબ, સદગુરુ સ્વીટ્સ, વિશ્વાસ સ્વીટ્સ એન્ડ સ્નેક્સ, બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એ-1 જનરલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ સહિત અનેક પ્રતિષ્ઠાનોના લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કર્યા છે. પુણેની 4 અને નાગપુરની 2 રેસ્ટોરાં સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. FDAએ મુંબઈ સેન્ટ્રલ સ્થિત નાયર હોસ્પિટલની કેન્ટીનનું લાઇસન્સ પણ તાત્કાલિક સસ્પેન્ડ કર્યું છે. તપાસમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું. FDA અનુસાર, દર્દીઓ અને સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્ટીન સામે આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે. તહેવાર પહેલાં દૂધ-માવાની તપાસ તેજ તહેવારો પહેલાં FDAએ ખાદ્ય પદાર્થોની તપાસ વધારી દીધી છે. વિભાગ મુજબ, સમગ્ર રાજ્યમાં 2,813 કિલો દૂધ અને ડેરી ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા, જેની કિંમત આશરે 7.38 લાખ રૂપિયા હતી. મુંબઈમાં 479 કિલો ખુલ્લો ખોયા અને 958 કિલો મીઠો માવો જપ્ત કરવામાં આવ્યો. આ સામગ્રીને અસ્વચ્છ હાલતમાં લઈ જતું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું. પાલઘરમાં 174 કિલો મીઠો માવો પણ જપ્ત થયો. 3 મહિનામાં 1,800થી વધુ સ્થળોની તપાસ FDAએ છેલ્લા 3 મહિનામાં સમગ્ર રાજ્યમાં 1,800થી વધુ હોટેલ, ક્લબ અને ઢાબાની તપાસ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 199 સંસ્થાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને 948 સુધારા નોટિસ જારી કરવામાં આવી. તપાસમાં ખાસ કરીને કોલ્ડ-ચેન અને સેનિટેશન સંબંધિત ખામીઓ જોવા મળી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર જી.ડી.મોદી એજ્યુકેશન કેમ્પસમાં સાયબર જાગૃતિ કાર્યક્રમ:કોઈને OTP ન આપશો, અજાણી લિંક પર ક્લિક કરતાં પહેલાં સાવધાન રહો
    Next Article
    અંબાણી પરિવારના ગણેશોત્સવમાં પહોંચ્યા શાહરૂખ અને રણવીર સિંહ:બંને અભિનેતાઓએ નીતા અંબાણી સાથે ગણપતિની આરતી કરી; પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment