Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયરિંગ કેમ થયું તે હજુ સસ્પેક્ટ!:ગારમેન્ટના વેપારી પર ફાયરિંગ કરનાર શાતિર આરોપીઓ બાઇક પર ડુપ્લીકેટ નંબરપ્લેટ લગાવી; ઘટનાના 48 કલાક બાદ પણ પોલીસના હાથ ખાલી, 200 વધુ સીસીટીવી ફંગોળ્યા

    1 day ago

    વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. ગત(26 જૂન) મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનવામાં કાર ચાલક યુવકને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના 48 કલાક છતાં હજુ આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે. વાઘોડિયા ચોકડી પાસે બનેલી આ ચકચારી ઘટનામાં બે અજાણ્યા ઇસમો ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે આ કેમ કયું તે હજુ સસ્પેક્ટ છે કેમ કે વેપારીને કોઈની સાથે પૈસાની લેતી દેરી કે કોઈ સાથે બબાલ થઈ નથી. આરોપીઓ પકડાય બાદમાં જ ખબર પડશે કે સત્ય હકીકત શું છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપીઓ ફાયરિંગ બાદ રાજ્ય બહાર ફરાર થયા હોય તેવું જાણવા મળ્યું છે. આરોપીઓ જે બાઇક લઈને આવ્યા હતા તેની આગળ નંબર પ્લેટ ન હતી અને પાછળ હતી તે ખોટી નીકળી હતી. જેના કારણે પોલીસને આરોપીઓ સુધી પોહચવા માટે એક પડકાર સાબિત થઈ રહ્યો છે. આ ઘટના બાદ જિલ્લા અને શેર પોલીસની ટીમો પોહચી હતી. પરંતુ હાલમાં જિલ્લા SOG, LCB અને સ્થાનિક પોલીસ સત્તત આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સુધી પોહચ્યા રાત દિવસ એક કરી રહી છે. પોલીસે આ ઘટના બાદ 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ફંગોળ્યા છે. છતાં કોઈ પરિણામ મળ્યું નથી. આરોપીઓ રેલ માર્ગે અન્ય રાજ્યમાં ફરાર થયા હોય તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જિલ્લા પોલીસ આરોપીઓ સુધી પોહચવા ખૂબ પસીનો પાડી રહી છે ત્યારે પોલીસ પક્કડથી આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાય તો નવાઇ નહીં. શું હતી સમગ્ર ઘટના વાઘોડિયા રોડ પર પ્રાઈમસિટી સોસાયટીમાં રહેતા અને કપડાનો વેપાર કરતા 37 વર્ષીય આશિષકુમાર મદનલાલ બાકોલીયા 26 જૂનની રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં પોતાની દુકાન બંધ કરી ફોર વ્હીલર કાર લઈને એકલા ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા ચોકડી પાસે ગ્રીન સિગ્નલ ચાલુ હોવાથી ટ્રાફિકને કારણે તેમણે પોતાની કાર ધીમી પાડી હતી. આ તકનો લાભ ઉઠાવી, વડોદરા તરફથી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઇસમો પૈકી પાછળ બેસેલા શખસે અચાનક કારની બાજુમાં આવીને આશિષકુમાર પર સીધું ફાયરિંગ કર્યું હતું. ફાયર થયેલી ગોળી કારના ડ્રાઇવર સાઇડનો કાચ તોડીને સીધી આશિષકુમારના જમણા હાથના બાવળા પર વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. મોટરસાયકલ ચલાવનારે કાળા કલરનું હેલ્મેટ અને પાછળ બેસનારે મોઢા પર માસ્ક પહેરેલું હતું. બંને હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વેપારીએ તુરંત જ કાર રોડની સાઇડમાં ઊભી રાખી પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર અને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. ઘટનાસ્થળે સૌપ્રથમ પોલીસની ગાડી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ આવી પહોંચતા ઇજાગ્રસ્ત આશિષકુમારને તાત્કાલિક સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ઇજાગ્રસ્ત વેપારીને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેઓ સંપૂર્ણ ભાનમાં છે. આ ચકચારી ઘટનાને પગલે પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત વેપારીને ખાનગી હોસ્પિટલમાંમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત વેપારી આશિષ બાકોલિયાએ જણાવ્યું હતું કે, હું કાર લઈ ઘરે જતો હતો સિગ્નલ બંધ હોવાથી ચાર રસ્તા પર ઊભો હતો. બાઈક ચાલકો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. થોડીવાર તો ખબર જ ના પડી કે શું થયું . ત્યાર બાદ હાથમાં પીડા થઈ તો ખબર પડી કઈક વાગ્યું છે. વડોદરા સલામત સિટીમાં આવે છે તેમ છતા આ ઘટના બની. ફાયરિંગ કરનાર કોણ હતા તે મને ખબર નથી. પોલીસ વહેલી તકે આરોપીઓને પકડે તેવી માંગ વેપારીએ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Tehran-Dubai Flight Services To Resume Tomorrow, Says Iranian Media
    Next Article
    ભગવાનના દર્શન અને બીજી બાજુ ચોરી, CCTV:અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન દરમિયાન મહિલાના ગળામાંથી મહિલા ચોરોએ સોનાનું મંગળસૂત્ર તફડાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment