Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં VTA દ્વારા નવમી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ:ટ્રાન્સપોર્ટર વચ્ચે 'ભાઈચારા'ના ઉદ્દેશ્ય સાથે 12 ટીમો વચ્ચે જંગ જામશે

    10 hours ago

    વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા વાપીના VIA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવમી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં વિવિધ શહેરોની 12 ટીમો ભાગ લઈ રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત અને પરસ્પર સૌહાર્દ વધારવાનો છે. VTAના પ્રમુખે જણાવ્યું હતું કે વાપીમાં આશરે 2800થી 3000 ટ્રાન્સપોર્ટર ભાઈઓ કાર્યરત છે, જેઓ દેશના વિવિધ રાજ્યોમાંથી અહીં આવીને વસ્યા છે. આ તમામ મિત્રો એક મંચ પર ભેગા થાય અને તેમની વચ્ચે ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી દર વર્ષે આ ટુર્નામેન્ટ યોજાય છે. ત્રણ દિવસીય આ ખેલ ઉત્સવમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ મંત્રી વાસણ આહીર, વાપીના સ્થાનિક ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન મહેમાનો અને પ્રેક્ષકો માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. VTA દ્વારા દરરોજ બપોરે અંદાજે 1500થી 2000 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રસંગે વાપી ઉપરાંત અંકલેશ્વર, સુરત અને અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઇસ્કોન ભાડજમાં રામનવમી મહોત્સવ ઉજવાયો:વિશ્વ શાંતિ માટે રામ તારક યજ્ઞ, ભક્તોએ લીધો લાભ
    Next Article
    પાટણની બોમ્બે મેટલ શાળામાં સપ્તમ સમારોહ યોજાયો:ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય, પક્ષી કુંડા અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment