Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસ્કોન ભાડજમાં રામનવમી મહોત્સવ ઉજવાયો:વિશ્વ શાંતિ માટે રામ તારક યજ્ઞ, ભક્તોએ લીધો લાભ

    8 hours ago

    ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શુક્રવાર, 27 માર્ચ, 2026 ના રોજ રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને કૌશલ્યાના ત્યાં થયેલા દિવ્ય અવતરણની યાદગીરીરૂપે આ ઉત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિશ્વ શાંતિ માટે “શ્રી રામ તારક યજ્ઞ” યોજાયો હતો. આ યજ્ઞમાં “રામ અષ્ટોત્તર શત્ નામ” (108 નામ) અને અન્ય વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓએ આખા દિવસ દરમિયાન ઉપવાસ રાખી ભગવાન શ્રીરામના પવિત્ર નામનું રટણ કર્યું હતું અને રામાયણનું શ્રવણ કર્યું હતું. ઉત્સવના વિશેષ ભાગરૂપે મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી શ્રી સીતા રામને ભવ્ય રાજભોગ ધરાવવામાં આવ્યો હતો.સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે મહોત્સવમાં હાજર ભક્તો દ્વારા ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ સૌ ભક્તોએ “રામ તારક યજ્ઞ” કર્યો હતો. અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી હતી, જે દરમિયાન સૌ ભક્તોએ “નામ રામાયણ”નું ગાન કર્યું હતું, જેમાં સંપૂર્ણ રામાયણને ગીતરૂપે નિરૂપવામાં આવી છે.રામનવમી ઉત્સવ નિમિત્તે મંદિરમાં આવનાર બધા દર્શનાર્થીઓ માટે અન્નદાન ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ભવ્ય મહોત્સવે આધ્યાત્મિક એકતા અને વૈશ્વિક સૌહાર્દનો શક્તિશાળી સંદેશ પ્રસારિત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    US considers troops on the ground in Iran: Why this is fraught with risks, and what it says about the war
    Next Article
    વાપીમાં VTA દ્વારા નવમી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ:ટ્રાન્સપોર્ટર વચ્ચે 'ભાઈચારા'ના ઉદ્દેશ્ય સાથે 12 ટીમો વચ્ચે જંગ જામશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment