Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પેન ડ્રાઇવમાં અમિત શાહનાં રાઝ, 8 નરાધમોએ ભૂખ્યાં વરુની જેમ સગીરાને ચૂંથી નાખી, બિલ્ડરનો યુવતી સાથે વીડિયો ઉતારી 10 કરોડ માગ્યા

    1 day ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સીએમ મમતા બેનર્જીના પ્રોટેસ્ટ સંબંધિત રહ્યા. તેમણે કહ્યું કે તેમની પાસે અમિત શાહ વિરુદ્ધ પેન ડ્રાઇવ છે. બીજા મોટા સમાચાર બિહારમાં 1 હજાર બાળક બિમાર પડ્યાના સંબંધિત રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે. 📰 કાલના મોટા સમાચારો 1. મમતાએ કહ્યું- મારી પાસે અમિત શાહ વિરુદ્ધ પેન ડ્રાઇવ, પુરાવા છે: જો મને છંછેડશો તો હું તમને છોડીશ નહીં; EDની રેડ બાદ કોલકાતામાં રેલી કરી ગુરુવારે પશ્ચિમ બંગાળમાં TMCના IT સેલના હેડના ઠેકાણાઓ પર ઇડીના દરોડાના વિરોધમાં TMC દિલ્હીથી કોલકાતા સુધી વિરોધ પ્રદર્શન કરી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ED સામે બે FIR નોંધાવી છે અને કોલકાતામાં રેલી પણ કરી છે. આ દરમિયાન મમતા બેનર્જીએ દાવો કર્યો કે તેમની પાસે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આરોપોવાળી પેન ડ્રાઇવ છે. તેમણે કહ્યું કે કોલસા કૌભાંડની રકમ દિલ્હીના વરિષ્ઠ ભાજપના નેતાઓ સુધી પહોંચે છે. "મારી પાસે આના પુરાવા છે," તેમણે કહ્યું. જો જરૂર પડે તો, હું તેમને જનતા સમક્ષ રજૂ કરી શકું છું,” સંપૂર્ણ સમાચાર વાંચો 2. 'PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન ન કર્યો અને ડીલ અટકી':ભારત-US વચ્ચે ટ્રેડ ડીલને લઈ અમેરિકાના વાણિજ્ય મંત્રીનો દાવો, હવે 500% ટેરિફની ધમકી અમેરિકી વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે દાવો કર્યો છે કે ભારત સાથેની ડીલ કોઈ નીતિગત વિવાદને કારણે અટકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ફોન ન કરવો તે તેનું કારણ છે. લુટનિકના મતે, ટ્રમ્પ ઈચ્છતા હતા કે મોદી પોતે તેમની સાથે વાત કરીને ડીલ ફાઇનલ કરે, પરંતુ આવું ન થતાં ટ્રમ્પે તેને પોતાના 'ઇગો' પર લઈ લીધું. બીજી તરફ, ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકી કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું ગણાવ્યું છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે PM મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ 2025માં 8 વખત ફોન પર વાત કરી ચૂક્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ડેનમાર્કે કહ્યું- પહેલા ગોળી ચલાવીશું, પછી વાત કરીશું:આદેશ વિના હુમલાનો જવાબ આપશે સૈનિકો; રિપોર્ટ- ગ્રીનલેન્ડને ખરીદ્યા વિના કંટ્રોલ કરી શકે છે અમેરિકા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી વચ્ચે ડેનમાર્કે કડક વલણ અપનાવ્યું છે. ડેનમાર્કના રક્ષા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વિદેશી તાકાત ડેનિશ ક્ષેત્ર પર હુમલો કરે છે, તો સૈનિકો કમાન્ડરના આદેશની રાહ જોયા વિના તરત જ વળતો પ્રહાર કરશે અને ગોળીબાર કરશે. આ નિયમ 1952નો છે, જે શીત યુદ્ધના સમયનો છે અને આજે પણ લાગુ પડે છે. આ નિર્દેશ એપ્રિલ 1940માં નાઝી જર્મની દ્વારા ડેનમાર્ક પરના હુમલા પછી બનાવવામાં આવ્યો હતો, જેથી સૈનિકોને તરત જ પ્રતિક્રિયા આપવાની સ્વતંત્રતા મળે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. MPમાં ધુમ્મસના કારણે 12 ટ્રેનો મોડી:બિહારમાં ઠંડીથી 1000 બાળકો બીમાર, 3ના મોત; ઉત્તરાખંડમાં ઝાકળ જામ્યું, ચકરાતામાં તાપમાન -1°C મધ્ય પ્રદેશના 17 જિલ્લામાં શુક્રવારે ધુમ્મસ છવાયેલું રહ્યું. આ કારણે દિલ્હીથી ભોપાલ, ઇન્દોર-ઉજ્જૈન આવતી એક ડઝન ટ્રેનો મોડી છે. છતરપુરનું ખજુરાહો સૌથી ઠંડું રહ્યું. અહીં તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું. રીવામાં 4.1 ડિગ્રી, દતિયામાં 4.2 ડિગ્રી, નૌગાંવ-શિવપુરીમાં 5 ડિગ્રી, ઉમરિયામાં 5.4 ડિગ્રી અને પચમઢીમાં 5.8 ડિગ્રી રહ્યું. બિહારના પટનામાં ઠંડીના કારણે 7 દિવસમાં 1000થી વધુ બાળકો બીમાર થઈને હોસ્પિટલ પહોંચ્યા, જેમાંથી 3ના મોત થયા. 15 જિલ્લાનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીથી નીચે નોંધાયું. ગયાજી શહેર સૌથી ઠંડું રહ્યું, જ્યાં તાપમાન 4.5 ડિગ્રી રહ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો 5. અંકિતા ભંડારી હત્યા કેસની CBI તપાસ થશે:CM ધામીએ ભલામણ કરી, કોંગ્રેસે કહ્યું- સરકારે પોતાની ભૂલ સ્વીકારી ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડની તપાસ હવે CBI કરી શકે છે. આજે સીએમ પુષ્કર સિંહ ધામીએ CBI તપાસ માટે ભલામણ કરી દીધી છે. વિપક્ષ સતત તેની માંગ કરી રહ્યો હતો, આ માટે આખા રાજ્યમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત, સીએમ ધામીએ એક વીડિયો જાહેર કરીને માહિતી આપતા જણાવ્યું કે અંકિતાના માતા-પિતાની વિનંતી અને તેમની ભાવનાઓનું સન્માન કરતા સરકારે આ નિર્ણય લીધો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. રાજ્યમાં બે સગીરા પર સામુહિક દુષ્કર્મ: બે યુવકે 3 કલાક રૂમમાં ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું; પોલીસે પરિવારની ફરિયાદ ન લઈ ગેરવર્તન કર્યાનો આક્ષેપ નવસારીના વાંસદામાં 17 વર્ષની સગીરા પર 8 યુવકોએ સામુહિક દુષ્કર્મ કર્યું. સગીરાની માતાની ફરિયાદ બાદ પોલીસે આઠેયને ઝડપી પાડ્યા છે. આ તરફ વડોદરામાં પણ 14 વર્ષીય સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ કર્યું. પરિવાર સાથે ગેરવર્તન કરી પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 7. બિલ્ડરનો યુવતી સાથેનો અંગત પળનો વીડિયો ઉતાર્યો, 10 કરોડ માગ્યા:અમદાવાદમાં નેતા, જીમટ્રેનર અને તેની ગર્લફ્રેન્ડે રચ્યું કાવતરૂં, ઘરમાં જ સેટઅપ કરી સ્પાય કેમેરો ગોઠવ્યો અમદાવાદના એક બિલ્ડરને NCPના ઉપપ્રમુખ અને પત્રકારે એક યુવતી સાથે મળી હનીટ્રેમમાં ફસાવ્યો હતો. યુવતીએ બિલ્ડરના અન્ય યુવતી સાથેના અંગત પળોના વીડિયો ઉતાર્યા બાદ પત્રકાર સાથે મળી બ્લેકમેઈલ કરી 10 કરોડની ખંડણી માગી હતી. જોકે, બિલ્ડરની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. વોટ્સએપમાં બિલ્ડરને અંગત પળોનો વીડિયો મોકલ્યો અમદાવાદના એક બિલ્ડરને છ મહિના અગાઉ એક યુવતી સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે મિત્રતાથી શરૂઆત થઈ જે બાદમાં અંગત સંબંધ સુધી પહોંચી હતી. યુવતીએ એક ઘરમાં બિલ્ડર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ NCP ઉપપ્રમુખ અને પત્રકાર અશ્વિન ચૌહાણે બિલ્ડરનો સંપર્ક કરી તેને વોટ્સએપમાં વનટાઈમ વ્યૂમાં એક નાનો વીડિયો મોકલ્યો હતો. જેમાં બિલ્ડર યુવતી સાથે અંગત પળો માણી રહ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં નેશનલઃ સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે:1 ફેબ્રુઆરીએ બજેટ, શિયાળુ સત્રમાં VB-G RAM G બિલ સહિત 8 બિલ પસાર થયા (સંપૂર્ણ સમાચાર વાંચો) ઈન્ટરનેશનલઃ હવે મેક્સિકો ઉપર ગ્રાઉન્ડ હુમલો કરશે ટ્રમ્પ?:ટ્રમ્પે કહ્યું- મેક્સિકો પર ડ્રગ કાર્ટેલ્સનું રાજ ચાલી રહ્યું છે, મેક્સિકોના રાષ્ટ્રપતિએ કહ્યું- અમેરિકા ક્યાંયનો માલિક નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) નેશનલઃ હિમાચલમાં ખીણમાં ખાબકી બસ, 12નાં મોત:બાળકી સહિત 33 ઈજાગ્રસ્ત, બસના ફુરચા ઉડી ગયા, છત ચેસિસથી અલગ થઈ ગઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) ઈન્ટરનેશનલઃ કેનેડા સરકારનો પંજાબીઓને ઝટકો:વૃદ્ધોના PR પર 2028 સુધી પ્રતિબંધ મૂક્યો, માતા-પિતા, દાદા-દાદી જઈ શકશે નહીં; કેરગિવર પ્રોગ્રામ પણ રોક્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) બિઝનેસઃ દેશનો સૌથી મોટો IPO જૂન સુધીમાં આવી શકે છે:જિયોનો 2.5% હિસ્સેદારી વેચીને ₹37,000 કરોડ ભેગા કરવાનો પ્લાન; ₹20 લાખ કરોડ સુધીનું વેલ્યુએશન થઈ શકે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) સ્પોર્ટ્સઃ ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ- પ્રજ્ઞાનંદાએ વૉચ બંધ કરી, વિવાદ:એક સેકન્ડ બાકી હતી, અમેરિકી ખેલાડી સાથે મેચ ડ્રો; રાઉન્ડ-4માં આનંદ હાર્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) ધર્મઃ સંતની શિષ્યોને શીખ:જ્યાં સુધી આપણે જ્ઞાનને પોતાના જીવનમાં લાગુ નથી કરતા, ત્યાં સુધી તેનો કોઈ લાભ મળતો નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બ્રિટનના ભંગાર ટેન્કમાંથી સોનું મળી આવ્યું બ્રિટને 2017માં એક ભંગાર રશિયન આર્મી ટેન્ક ખરીદી હતી. સમારકામ દરમિયાન, તેની ફ્યુઅલ ટાંકીમાંથી 5 કિલોગ્રામ વજનની પાંચ સોનાની ઇંટો મળી આવી હતી. માનવામાં આવે છે કે તે ઇરાક-કુવૈત યુદ્ધ દરમિયાન લૂંટવામાં આવ્યું હતું 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો, એટલે ટ્રેડ ડીલ ન થઈ શકી?; કેવી રીતે વણસ્યા બંને નેતાઓ વચ્ચેના સંબંધો? 2. દીકરીની નજર સામે જ દલિત જમાઇને રહેંસી નાખ્યો:પોલીસ ગાડી છોડીને ઊભી પૂંછડીએ ભાગી છૂટી, સમગ્ર ગુજરાતને હચમચાવતો કિસ્સો 3. જમીન આપો, નોકરી લો:3 દિવસમાં નોકરી અને 4 કરોડની જમીન 26 લાખમાં લીધી; 7 ડીલ જેનાથી આખો પરિવાર થઈ શકે જેલભેગો 4. ગુજરાતની સરકારી કચેરીઓમાં AIની એન્ટ્રી:4 દિવસનું કામ હવે મિનિટોમાં થશે, 350 ઉચ્ચ અધિકારીઓએ લીધી માઇક્રોસોફ્ટ-ગૂગલ પાસેથી ટ્રેનિંગ 5. જ્યારે માદુરોને પકડવા ગયેલા ચિનૂકમાં આગ લાગી:72 કમાન્ડોનાં મોત બાદ માદુરો પકડાયા; 3D અને AI દ્વારા જુઓ મિશન ‘એબ્સોલ્યુટ રિઝોલ્વ' 6. ગુજરાતી ભજન 'ધુણી રે ધખાવી...' ગાઈને પંજાબી સિંગરે મંત્રમુગ્ધ કર્યા:રાજ કપૂરે કઈ વાતે હાથ પર સિગારેટના ડામ આપ્યા, 'અથશ્રી મહાભારત કથા' ફૅમ સિંગર લંડનમાં કોના પગે પડી ગયા? 7. દિલ્હીમાં જ્યાં પથ્થરમારો થયો એ મસ્જિદ પાસે તેના દસ્તાવેજો નથી:113 વર્ષ જૂના દસ્તાવેજો ગાયબ, મસ્જિદ કમિટીએ કહ્યું- કદાચ વક્ફ પાસે હશે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: સિંહ રાશિના જાતકોના ઈચ્છિત કામ પાર પડશે, કુંભ રાશિના લોકો માટે ખુશનુમા દિવસ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    WPL 2026, MI vs DC Live Score Streaming Online: When and How to Watch Mumbai Indian Vs Delhi Capitals Women Today Match Telecast and Online?
    Next Article
    અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું:શેત્રુંજય યાત્રાધામ વિસ્તારમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક કચરો ફેંકવા ઉપર પ્રતિબંધ

    Related નેશનલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment