Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VSBC રાઉન્ડમાં વંચિત રહી ગયેલા કચ્છના વિદ્યાર્થીઓ માટે રાહત:યુનિવર્સિટી ઝૂકી, જીકાસ પોર્ટલ રી-ઓપન કરાયું 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે

    10 hours ago

    શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં GCAS પોર્ટલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં કચ્છ યુનિવર્સિટી દ્વારા રાખવામાં આવેલી ટૂંકી સમયમર્યાદાના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા 25 સપ્ટેમ્બરના અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રની બેદરકારી અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ઉજાગર કરવામાં આવી હતી. આ અહેવાલની ગંભીર નોંધ લઈને યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે નિયમોમાં સુધારો કરાયો છે અને પ્રવેશ પોર્ટલને 30 સપ્ટેમ્બર સુધી ફરીથી ખોલવાની સત્તાવાર જાહેરાત કરાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા માટે 30 સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી, જ્યારે કચ્છ યુનિવર્સિટીએ 14 સપ્ટેમ્બરના મુદત પૂર્ણ કરી દેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અસંતોષ વ્યાપી ગયો હતો. તહેવારોની રજાઓ વચ્ચે સમયમર્યાદા પૂરી થઈ જતાં સ્થાનિક કક્ષાએ પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વર્ષ બગડવાની નોબત આવી હતી. ભાસ્કરના અહેવાલ બાદ જાગેલા યુનિવર્સિટી તંત્રે VSBC/Mop-Up રાઉન્ડની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવીને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લીધો છે. યુનિવર્સિટી શાસકો દ્વારા તમામ વંચિત વિદ્યાર્થીઓને વિલંબ કર્યા વિના સંબંધિત કોલેજોની મુલાકાત લઈ 30 સપ્ટેમ્બર પહેલાં પોતાની નોંધણી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરાઇ છે. કોલેજોમાં ખાલી બેઠકો પર પ્રવેશ મેળવવાની છાત્રો માટે અંતિમ તક યુનિ. દ્વારા આ અંતિમ મુદત વધારવામાં આવી છે. કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા છાત્રો ફોર્મ ભરીને પ્રવેશ મેળવી શકશે. દરમ્યાન પોર્ટલ ખૂલતાં આદિપુર સ્થિત ગજવાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા જણાવાયું છે કે, કોલેજમાં A અને B ગ્રુપની ખાલી બેઠકો પર પ્રવેશ મેળવવાની અંતિમ તક છે. વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    પાલિકામાં નિવૃત્ત કર્મચારી પર માનસિક અત્યાચાર:જૂનમાં નિવૃત્ત થયેલા કાયમી કર્મચારીને ક્વાર્ટર ખાલી કરાવવા ટોર્ચર અને સામાન ફેંકવાની ધમકી!
    Next Article
    પાલિકામાં લોકોને ધક્કા પડતા હોવાની રાવ:લાઈટ-પાણી શાખાનો બે-બે ચાર્જ હોવાથી ઇજનેર સંપર્ક વિહોણા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment