Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકામાં લોકોને ધક્કા પડતા હોવાની રાવ:લાઈટ-પાણી શાખાનો બે-બે ચાર્જ હોવાથી ઇજનેર સંપર્ક વિહોણા!

    11 hours ago

    ભુજ નગરપાલિકામાં લાઈટ અને વોટર સપ્લાય જેવી અતિ મહત્વની શાખાઓની કામગીરી સામે નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. બંને આવશ્યક સેવાઓનો ચાર્જ એક જ અધિકારી પાસે હોવા છતાં, સામાન્ય રજૂઆતો માટે પણ પ્રજાને પાલિકાના ધક્કા ખાવા પડી રહ્યા છે. કચેરીમાં રૂબરૂ મુલાકાત કે ફોન પર યોગ્ય જવાબ ન મળતા આખરે જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી અને સમસ્યાઓના કાયમી ઉકેલની અપેક્ષા ભુજવાસીઓ સેવી રહ્યા છે. લાઈટ અને પીવાનું પાણી નાગરિકોના રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલી મૂળભૂત સુવિધાઓ છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, સમસ્યાઓ અંગે રજૂઆત કરવા જતાં નાગરિકોને શાખા અધિકારી તરફથી કોઈ યોગ્ય સંતોષકારક જવાબ મળતો નથી. ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં ફોન ઉપાડવામાં આવતા નથી, જેને કારણે પ્રજાકીય પ્રશ્નો વિલંબમાં પડી રહ્યા છે. બે-બે શાખાનો કારભાર સંભાળતા અધિકારીનું આ પ્રકારનું બિનજવાબદાર વલણ લોકરોષ વધારી રહ્યું છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીની કામગીરીની તાત્કાલિક સમીક્ષા કરે અને પ્રજાને ધક્કામાંથી મુક્તિ અપાવે.
    Click here to Read More
    Previous Article
    VSBC રાઉન્ડમાં વંચિત રહી ગયેલા કચ્છના વિદ્યાર્થીઓ માટે રાહત:યુનિવર્સિટી ઝૂકી, જીકાસ પોર્ટલ રી-ઓપન કરાયું 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે
    Next Article
    કાર્યવાહી:યાજ્ઞિક રોડના સ્પામાં મસાજની આડમાં લોહીનો વેપલો ચાલતો’તો: સંચાલક ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment