Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:યાજ્ઞિક રોડના સ્પામાં મસાજની આડમાં લોહીનો વેપલો ચાલતો’તો: સંચાલક ઝડપાયો

    11 hours ago

    રાજકોટના યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલા સનસાઇન વેલનેસ સ્પામાં મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી મળતાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી હતી. એએચટીયુની ટીમે ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા સ્પામાં દેહવ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્પામાંથી છ યુવતીઓને મુક્ત કરાવી સંચાલકની ધરપકડ કરી છે. એએચટીયુના પીઆઈ પી.એન.પઢીયાર સહિતની ટીમે સ્થળ પર દરોડો પાડી શંકર અર્જુનભાઈ સોની (ઉં.વ.25)નામના સ્પા સંચાલકને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સ્પામાં ગ્રાહકો પાસેથી શરૂઆતમાં રૂ.1000 એન્ટ્રી ફી લેવામાં આવતી હતી. ત્યારબાદ ગ્રાહકની માંગ અને કરવામાં આવતી એક્ટિવિટી મુજબ રૂ.2000થી રૂ.5000 સુધીની રકમ લેવામાં આવતી હતી. આ રકમમાંથી રૂ.1000 સંચાલકનું ફિક્સ કમિશન રહેતું હતું. સ્પામાં ગુજરાતની બે યુવતીઓ સ્પેશિયલ મસાજ માટે ઉપરાંત મિઝોરમ અને આસામની યુવતીઓ પણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સંચાલક છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સ્પાની આડમાં આ પ્રવૃત્તિ કરાવતો હતો. આરોપી પાસેથી સ્થળનો 11 મહિનાનો ભાડા કરાર પણ મળી આવ્યો છે. AHTUની ટીમે સ્પામાંથી એક મોબાઇલ સહિત કુલ રૂ.8500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    પાલિકામાં લોકોને ધક્કા પડતા હોવાની રાવ:લાઈટ-પાણી શાખાનો બે-બે ચાર્જ હોવાથી ઇજનેર સંપર્ક વિહોણા!
    Next Article
    દબાણકારે ફડાકા મારતા કર્મચારી વર્ગમાં રોષની લાગણી ફેલાઇ‎:સુરેન્દ્રનગરમાં દબાણ હટાવવા ગયેલા મનપાના કર્મચારી પર હિચકારી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment