Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકામાં નિવૃત્ત કર્મચારી પર માનસિક અત્યાચાર:જૂનમાં નિવૃત્ત થયેલા કાયમી કર્મચારીને ક્વાર્ટર ખાલી કરાવવા ટોર્ચર અને સામાન ફેંકવાની ધમકી!

    10 hours ago

    પાલિકામાં દબાણ અને સેનિટેશન શાખામાં ફરજ બજાવી ૩૦ જૂને નિવૃત્ત થયેલા કાયમી કર્મચારી દિલીપભાઈ ગોર સાથે પાલિકા દ્વારા અમાનવીય વર્તન કરાઇ રહ્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. એક જ મહિનામાં ત્રણ-ત્રણ નોટિસો આપીને ક્વાર્ટર ખાલી કરવા માટે ટોર્ચર કરાઈ રહ્યું છે. એટલું જ નહીં, ક્વાર્ટર ખાલી નહીં કરે તો સામાન બહારે ઘા કરી દેવાની ધમકી અપાતા કર્મચારી તણાવ હેઠળ આવી ગયા છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં દબાણ શાખામાંથી નિવૃત્ત થયેલા દિલીપભાઈ ગોર (ઉંમર વર્ષ 60) બીપી અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પીડાય છે. નિવૃત્તિ બાદ નિયમ મુજબ 6 મહિના સુધી ક્વાર્ટરમાં રહેવાની જોગવાઈ હોવા છતાં, ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ અને કર્મચારી મહીપાલસિંહ દ્વારા તેમને ક્વાર્ટર ખાલી કરવા માટે સતત ધમકાવવામાં આવી રહ્યા છે. કર્મચારી દિલીપભાઈએ આક્ષેપ કર્યો છે કે, તેમને તેમના હિસાબ અને પગાર પત્રકના કાગળો પણ અપાતા નથી. બીજી તરફ પાલિકાના બેવડા ધોરણો પણ છતા થયા છે. પાલિકાના જ અન્ય 36 જેટલા ક્વાર્ટર પૈકી ઘણા એવા છે જ્યાં રોજમદારો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, પોતાનું મકાન ધરાવતા લોકો અને વર્ષ 2013માં અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનો હજુ પણ ગેરકાયદેસર રીતે રહે છે. આ ગેરકાયદેસર ક્વાર્ટર ખાલી કરાવવાની જગ્યાએ તંત્ર માત્ર એક નિવૃત્ત કર્મચારીને જ લક્ષ્યાંક બનાવીને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. સતત મળતી ધમકીઓથી કંટાળીને વૃદ્ધ કર્મચારીએ માનસિક સંતુલન ગુમાવી દેવાની અને આત્યંતિક પગલું ભરવાની પણ વાત કહી હતી. નિયમ બાબતે જિલ્લા પંચાયત બાંધકામ અને મહેકમ શાખામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ચાર મહિના હક્કથી અને બે મહિના વધુ આપી શકાય. પરંતુ મુખ્ય અધિકારી દ્વારા જો 30 તારીખ (પાંચ દિવસમાં) ખાલી નહીં થાય તો સામાન બહાર ફેંકવાની ધમકી આપી હોવાનું કર્મચારીએ જણાવ્યું હતું. ધારાસભ્ય, સાંસદ કે સીએમ સુધી જશે તો પણ કોઈ ફરક નહીં પડે, તેવું કહેવામાં આવ્યું તેવી વાત વૃધ્ધે ભય સાથે કહ્યું હતું. ક્વાર્ટર ફાળવણી અને ખાલી કરવાના નિયમો • 6 મહિનાની મુદત: નગરપાલિકાના કાયમી કર્મચારી નિવૃત્ત થાય ત્યારે નિયમ મુજબ તેમને ક્વાર્ટર ખાલી કરવા માટે છ મહિના સુધીનો સમયગાળો મળી શકે. • રોજમદાર અને કોન્ટ્રાક્ટ: રોજમદાર કે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓને સરકારી ક્વાર્ટર ફાળવવાનો કોઈ નિયમ હોતો નથી. • પોતાનું મકાન હોવા પર: જે કર્મચારી પાસે પોતાનું મકાન હોય તે ક્વાર્ટર મેળવવા હકદાર નથી.
    Click here to Read More
    Previous Article
    30 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી પરીક્ષા યોજાશે:સ્ટેટ ઓપન સ્કૂલમાં ધો.10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું
    Next Article
    VSBC રાઉન્ડમાં વંચિત રહી ગયેલા કચ્છના વિદ્યાર્થીઓ માટે રાહત:યુનિવર્સિટી ઝૂકી, જીકાસ પોર્ટલ રી-ઓપન કરાયું 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment