Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી પરીક્ષા યોજાશે:સ્ટેટ ઓપન સ્કૂલમાં ધો.10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું

    9 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના ધોરણ-10 અને ધોરણ-12(સામાન્ય પ્રવાહ)ના ઉમેદવારો માટેની નવેમ્બર-ડીસેમ્બર-2026ની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડે જાહેર કરેલી યાદી મુજબ, આગામી 30 નવેમ્બર 2026થી પરીક્ષા શરૂ થશે અને 9 ડિસેમ્બર 2026 સુધી ચાલશે. જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ધોરણ-10ની પરીક્ષાઓ 30 નવેમ્બરના રોજ ગણિત વિષયના પ્રશ્નપત્રથી શરૂ થશે અને 8 ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે. બીજી તરફ, ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ પણ 30 નવેમ્બરથી શરૂ થઈને 9 ડિસેમ્બર સુધી બે સેશનમાં યોજાશે. જેમાં સવારના સેશનમાં સવારે 10:30થી બપોરે 1:45 અને બપોરના સેશનમાં બપોરે 3થી સાંજે 6:15 વાગ્યા સુધી પરીક્ષા લેવાશે. ધોરણ-12માં કમ્પ્યુટર પરિચય વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. વોકેશનલ તથા અમુક વિશિષ્ટ વિષયો માટે પરીક્ષાનો સમયગાળો વિષય મુજબ અલગ-અલગ નક્કી કરવામાં આવ્યો છે. પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ પર મુકવામાં આવ્યો છે. ધોરણ-10ના તમામ પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે, જ્યારે વોકેશનલ વિષયોના પ્રશ્નપત્રોનો સમય અલગથી ફાળવવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્ર વાંચવા માટે નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ વહેલા પ્રશ્નપત્ર આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓને પરીક્ષામાં 15 મિનિટનો એડવાન્સ રીડિંગ ટાઈમ અપાશે:CA ફાઉન્ડેશન-ઈન્ટર પરીક્ષા 3થી12 જાન્યુ.ના, જવાબો હિન્દીમાં લખી શકાશે
    Next Article
    પાલિકામાં નિવૃત્ત કર્મચારી પર માનસિક અત્યાચાર:જૂનમાં નિવૃત્ત થયેલા કાયમી કર્મચારીને ક્વાર્ટર ખાલી કરાવવા ટોર્ચર અને સામાન ફેંકવાની ધમકી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment