Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં નીતિનકાકા VS મહારાષ્ટ્રના કોંગ્રેસ MP:સાંસદે એક જ ઘરના સરનામે 3 હજાર બોગસ રજિસ્ટર્ડ વોટર્સ નીકળ્યાનો દાવો કરતા નીતિન કાકાએ ડિબેટની ઓપન ચેલેન્જ આપી

    8 hours ago

    મહેસાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના કોંગ્રેસ સાંસદ શ્યામકુમાર બરવેએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં મોટા પાયે વોટ ચોરી થઈ હોવાના ગંભીર આક્ષેપો કરી ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચના જવાબદાર અધિકારીઓ સવાલોથી બચી રહ્યા છે અને તેમના બચાવમાં શાસક પક્ષ આગળ આવી જાય છે. લોકશાહીમાં ચૂંટણી પ્રણાલી સંપૂર્ણપણે નિષ્પક્ષ રહે તે હેતુથી શરૂ કરાયેલા 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન અંતર્ગત પહેલી તારીખે દિલ્હીના રામલીલા મેદાન ખાતે ઈન્ડિયા ગઠબંધનના માધ્યમથી એક વિશાળ મહારેલી યોજવાની પણ તેમણે જાહેરાત કરી હતી. કામઠીમાં બે રૂમના મકાનમાં 3,000 બોગસ મતદારો નોંધાયાનો ઘટસ્ફોટ સાંસદ શ્યામકુમાર બરવેએ મહારાષ્ટ્રની કામઠી વિધાનસભા બેઠકનું ચોંકાવનારું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ત્યાં 18 હજાર મતોની સરસાઈ મળી હતી, જ્યારે વિધાનસભામાં પક્ષ 40 હજાર મતોથી પાછળ રહ્યો હતો. આ અંગે જ્યારે મતદાર યાદીનું બૂથ સ્તરે ઊંડાણપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું ત્યારે 40 હજારથી વધુ એવા શંકાસ્પદ નામો સામે આવ્યા હતા જેમને સ્થાનિક વિસ્તારમાં કોઈ ઓળખતું જ નથી. તેમણે દાવો કર્યો હતો કે સ્થળ પર તપાસ કરતાં એક-એક સરનામે અને બે રૂમના સામાન્ય મકાનમાં ત્રણ-ત્રણ હજાર મતદારો રજિસ્ટર્ડ થયેલા જોવા મળ્યા હતા. આ તમામ પુરાવાઓ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ મૂકવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાયા હોવાથી હવે જનઆંદોલન દ્વારા સત્ય સામે લાવવાની ફરજ પડી છે. કોંગ્રેસ પાયાવિહોણા આક્ષેપો કરીને હવાતિયાં મારે છે: નીતિન પટેલ કોંગ્રેસ સાંસદના આ તમામ આક્ષેપોને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સદંતર પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, વિપક્ષ પાસે પ્રજાહિતના કોઈ વાસ્તવિક મુદ્દાઓ બચ્યા નથી, જેથી તેઓ માત્ર લોકોનું ધ્યાન ભટકાવવા જુદા-જુદા વિષયો પર હવાતિયાં મારી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન ખોટી રીતે બની ગયેલા ગેરકાયદે ઘૂસણખોરોના બોગસ રાશનકાર્ડ અને દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરી રહ્યું છે. દેશની આંતરિક સુરક્ષાને ધ્યાને રાખીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા જેવા ગેરકાયદે ઘૂસણખોરોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની પારદર્શક કામગીરી ચાલી રહી છે, જેને સમગ્ર દેશની જનતાનું પૂર્ણ સમર્થન પ્રાપ્ત છે. અમિત ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓને જાહેરમાં ચર્ચા કરવાનો ખુલ્લો પડકાર વધુમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં વસતા તમામ ધર્મના અધિકૃત ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને તેમને કોઈ તકલીફ નથી પરંતુ, વિપક્ષ ગેરકાયદે ઘૂસણખોરોનો પક્ષ લઈને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ છેલ્લા 25 વર્ષથી માત્ર નિરાધાર આક્ષેપો કરવાની ટેવ ધરાવે છે. તેમણે કોંગ્રેસ પક્ષને આડે હાથ લેતાં ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે પ્રદેશ કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત ગુજરાતનો કોઈપણ કોંગ્રેસ નેતા ઇચ્છે તો તેઓ આ વિષય પર જાહેરમાં ખુલ્લી ડિબેટ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. સરકાર અને પક્ષ વતી તમામ સાચી હકીકતો અને પુરાવાઓ જનતા સમક્ષ મૂકીને વિપક્ષ દ્વારા ફેલાવાતા ભ્રમનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઘી ચઢાવતી વખતે તસ્કરે હાથ સાફ કર્યો:રૂપાલની પલ્લીમાં ભીડનો લાભ ઉઠાવી મહિલાના ગળામાંથી 1.30 લાખના સોનાના દોરાની તફડંચી
    Next Article
    સમાજ સુરક્ષાના અધિકારીઓનો આબાદ બચાવ:કલોલ હાઈવે પર માતેલા સાંઢની માફક ડમ્પરે સરકારી સિયાઝ કારને 50 ફૂટ સુધી ઘસડી, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment