Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બચાવવા પડેલાં મહિલા પર ધોકાથી હુમલો:ગાંધીનગરના ઇન્દિરાનગરમાં 50 રૂપિયાની તકરારમાં યુવકનું માથું ફોડ્યું

    1 day ago

    ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત ઇન્દિરાનગરમાં અઢી વર્ષના બાળકના 50 રૂપિયા લેવા બાબતે થયેલી બોલાચાલીમાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સેક્ટર-૨૧ પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની મળતી વિગતો મુજબ, સેક્ટર-24ના ઇન્દિરાનગરમાં રહેતા અને કલરકામ કરતા હિમ્મતભાઈ મગનભાઈ ભીલના મોટા ભાઈના અઢી વર્ષના દીકરા રુદ્રના 50 રૂપિયા ખોવાઈ ગયા હતા. આ પૈસા આજુબાજુમાં રહેતા લખન ભીલ પાસેથી મળી આવતાં, બાળકના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા લખન ભીલે ગાળાગાળી શરૂ કરી હતી. આ બોલાચાલી દરમિયાન લખન ભીલના સમર્થનમાં તેના બે દીકરા વીરુ ભીલ અને શૈલેષ ભીલ પણ આવી પહોંચ્યા હતા. ત્રણેય જણાએ ભેગા મળીને ફરિયાદી હિમ્મતભાઈ, તેમના ભાઈ મનોજભાઈ, પત્ની ગીતાબેન અને ભાભી નરિંગસબેન સાથે ગાળાગાળી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ​ ઝઘડા દરમિયાન શૈલેષ ભીલે ધોકા વડે હિમ્મતભાઈના માથામાં ડાબી બાજુ ફટકો મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમજ બચાવવા વચ્ચે પડેલા તેમના પત્નીને પણ હાથ પર ધોકો વાગ્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત હિમ્મતભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. ફરિયાદી હિમ્મતભાઈ ભીલની ફરિયાદના આધારે સેક્ટર-21 પોલીસે લખન ભીલ, વીરુ લખન ભીલ અને શૈલેષ લખન ભીલ સામે બી.એન.એસ. (BNS) અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    GEN-Zને આકર્ષવા સાંસદની 'ડાકલા'ની સુરાવલી:મોદીના આગમન પૂર્વે રાત્રિ બજારમાં ભોજન અને ભજન ક્લબિંગનું આયોજન, ભાજપના આગેવાનોએ જમાવટ કરી
    Next Article
    કોટડાસાંગાણીની સરકારી કોલેજમાં‎શિક્ષણ સાથે થઇ રહ્યું છે પ્રકૃતિનું જતન‎:ડિજિટલ ક્લાસરૂમ, 6 હજારથી વધુ પુસ્તકો અને 2 હજાર વૃક્ષથી સજ્જ બન્યું કેમ્પસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment