Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ મર્ડર કેસ:કથિત સંબંધ મુદ્દે કહેતાં પત્નીએ લાફો માર્યો, આવેશમાં પતિએ ગળું દબાવી દીધું

    2 days ago

    પાટણના સાંઈબાબા ત્રણ રસ્તા પાસે આવેલી હોટલ 89માં શ્રેયા પટણીની હત્યાના કેસમાં સુરતથી ઝડપાયેલા આરોપી અને મૃતકના પતિ સંજય પરમારની પૂછપરછમાં ઘટનાક્રમ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પારિવારિક વિવાદનું સમાધાન કરવા પાટણ આવેલા દંપતી વચ્ચે હોટલમાં જ કથિત સંબંધોની શંકાને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પત્નીએ લાફો મારતાં આવેશમાં આવી સંજયે તેનું ગળું દબાવી દીધું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. એ ડિવિઝન પી.આઇ. કે.જે. ભોયના જણાવ્યા મુજબ,પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલતો હતો.મહિલાના અન્ય કોઈ વ્યક્તિ સાથે કથિત સંબંધ હોવાની શંકાને કારણે તેમના ઘરે વારંવાર ઝઘડા થતા હતા. બંને વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવા માટે તેઓ પાટણમાં રહેતા એક સંબંધી પાસે સમાધાન માટે આવ્યા હતા. જોકે તેઓ સંબંધીના ઘરે પહોંચે તે પહેલાં જ સાઈબાબા ત્રણ રસ્તા પાસે આવેલી હોટલ 89માં રોકાયા હતા.પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, હોટલમાં રોકાયા દરમિયાન સંજયે તેની પત્ની સમક્ષ કથિત રીતે જે વ્યક્તિ સાથે સંબંધ હોવાની તેને શંકા હતી, તેનું નામ લેતાં શ્રેયાએ તેના પોતે સજ્જન લોકો માગ્યા હતા. આ ઘટનાથી સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સાના આવેશમાં તેણે પત્નીનું ગળું દબાવી દીધું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આ અચાનક બનેલી ઘટનાક્રમ તરીકે સામે આવી છે. જોકે ઘટનાના તમામ પાસાંની તપાસ હજુ ચાલુ છે. ઘટના બાદ આરોપી સ્થળ પરથી નીકળી ગયો હતો અને સુરત તરફ પહોંચ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેને સુરત ખાતે ટ્રેનમાંથી ઉતારી પાટણ લાવ્યો હતો. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે. પોલીસ હોટલના સીસીટીવી ફૂટેજ, અન્ય તકનિકી પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળના કારણ અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    રોડ રિસર્ફેસિંગ માટે કરોડોની ગ્રાન્ટ મેળવવા સર્વે શરૂ કરશે:પ્રથમ રાઉન્ડમાં સાડા છ ઇંચ વરસાદમાં જ પાટણના શહેરના 50થી વધુ રોડ ધોવાયા
    Next Article
    નિર્મળ નગર અને લીલીવાડીમાં પાણીની સમસ્યાનો અંત આવશે‎:જીઇબી પમ્પિંગ સ્ટેશનથી બંને લાઈનો અલગ કરાઈ, છેવાડાની સોસાયટીઓને હવે પ્રેશરથી પાણી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment