Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્મળ નગર અને લીલીવાડીમાં પાણીની સમસ્યાનો અંત આવશે‎:જીઇબી પમ્પિંગ સ્ટેશનથી બંને લાઈનો અલગ કરાઈ, છેવાડાની સોસાયટીઓને હવે પ્રેશરથી પાણી મળશે

    2 days ago

    પાટણ શહેરમાં ઉનાળાની શરૂઆત થાય કે સામાન્ય દિવસો હોય, છેવાડાના વિસ્તારોમાં પાણી ન પહોંચવાની બૂમો અવારનવાર ઉઠતી હોય છે. આ જટિલ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે પાટણ નગરપાલિકા દ્વારા એક મોટું અને સરાહનીય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના જીઈબી પમ્પિંગ સ્ટેશનથી વિતરણ થતા બોર અને નર્મદાના પાણીની વ્યવસ્થામાં મોટો વહીવટી અને ટેકનિકલ સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે વિસ્તારો એક જ લાઈન પર નિર્ભર હતા, ત્યાં હવે નિર્મળ નગર લાઈન અને લીલી વાડી લાઈન- એમ બંને લાઈનોને તદ્દન અલગ કરી દેવામાં આવી છે. આ માસ્ટર પ્લાન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બંને અલગ-અલગ વિસ્તારોની છેવાડાની સોસાયટીઓમાં વસતા નાગરિકોને પણ પૂરતા પ્રેશરથી અને ઝડપથી પાણી મળી રહે. જીબી બોરથી લઈને લીલીવાડી સુધીના વિસ્તારમાં 8 ઈંચની ડાયનામાની જાડી પીવીસી પાઇપલાઇન નાખવાનું કામકાજ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. રસ્તાઓ પર JCB દ્વારા ખોદકામ કરીને રોડ તોડવામાં આવી રહ્યો છે, જેથી નવી લાઈન સુરક્ષિત રીતે ભૂગર્ભમાં ગોઠવી શકાય. ધોમધખતા તાપમાં પણ મજૂરો દ્વારા લાઈન ફિટિંગની કામગીરી રાત-દિવસ એક કરીને કરવામાં આવી રહી છે.ભૂતકાળમાં જે સોસાયટીઓ સુધી પાણી પહોંચતા કલાકો લાગતા હતા અથવા છેલ્લે પાણી ફોર્સ વગર આવતું હતું, ત્યાં હવે ગણતરીની મિનિટોમાં પીવાનું પાણી ઉપલબ્ધ બનશે. મજૂરોથી લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ મર્ડર કેસ:કથિત સંબંધ મુદ્દે કહેતાં પત્નીએ લાફો માર્યો, આવેશમાં પતિએ ગળું દબાવી દીધું
    Next Article
    કડી સિંધીવાડામાંથી સ્કૂટર ચોરી કર્યાની કબૂલાત‎:20 દી'પહેલા ચોરેલા સ્કૂટર સાથે કડીનો શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment