Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસ ભરતીમાં સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં:સુરતમાં હર્ષ સંઘવીની જાહેરાત, 20 ટકા અનામતનો લાભ યથાવત

    15 hours ago

    પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસમાં કોઈ પણ પરીક્ષા વિના નોકરી મળશે. ગૃહ વિભાગે 9 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરેલા સુધારા નિયમો મુજબ હવે પૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ મળશે. અગાઉ રાજ્ય સરકારે તેમને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપી હતી. હવે બંને પરીક્ષામાંથી મુક્તિ મળતાં પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા સરળ બનશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પણ જાહેરાત કરી છે.આ ભરતીના નિયમો, યોગ્યતા અને શરતો અંગે સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ (GR) પણ કરી દેવાયો છે. સુધારામાં લેખિત પરીક્ષામાંથી મુક્તિ ઉમેરાઈ ગૃહ વિભાગે જાહેર કરેલા નવા સુધારા દ્વારા મૂળ નિયમોમાં નિયમ 5 પછી નિયમ 5A ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ સીધી ભરતીની પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે. મૂળ નિયમો મુજબ પૂર્વ અગ્નિવીરોને ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળશે. જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવાની જોગવાઈ છે. આ જોગવાઈમાં 9 ઓક્ટોબરના સુધારા દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ જગ્યાઓ માટે મળશે લાભ મૂળ નિયમો મુજબ ગૃહ વિભાગ હેઠળની નિર્ધારિત જગ્યાઓમાં સશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, SRPF પ્લાટૂન કમાન્ડર, SRPF પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ વિભાગની કેટલીક જગ્યાઓનો સમાવેશ થાય છે. 20 ટકા અનામતનો લાભ યથાવત્ રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા મૂળ નિયમોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જોગવાઈ કરી હતી. આ અનામત ગુજરાતના વતની, મૂળ નિવાસી અથવા કાયમી રહેવાસી એવા ભૂતપૂર્વ અગ્નિવીરોને લાગુ પડશે, જેમણે ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી અથવા એરફોર્સમાં અગ્નિવીર તરીકે સેવા પૂર્ણ કરી હોય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણીમાં લાયક ઠરે. 'સરહદ પર ફરજ બજાવેલા અગ્નવીરોનો લાભ મળશે' સુરતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે યુવાન કાળમાં સીમાઓ ઉપર જે અગ્નિવીરોએ રાત-દિવસ કામ કર્યું હોય, તે પોલીસ બેડાને મજબૂત કરવામાં ગુજરાત પોલીસના ખભે ખભા મિલાવીને આવનારા દિવસોમાં કામ કરવા માટે મદદગાર થઈ શકશે. સરહદ પર કઠોર પરિસ્થિતિઓમાં ફરજ બજાવી ચૂકેલા યુવાનોના અનુભવનો સીધો લાભ રાજ્યની કાયદો-વ્યવસ્થાને મળશે.
    Click here to Read More
    Previous Article
    ચંડીગઢમાં મનીષ સિસોદિયા સહિત AAP નેતાઓની અટકાયત:પોલીસ સાથે ધક્કામુક્કી; SIRના વિરોધમાં ચૂંટણી પંચની ઓફિસને ઘેરવા જઈ રહ્યા હતા
    Next Article
    ડોમ ધરાશાયી થતા કિર્તીદાનના ગરબા ખુલ્લામાં યોજાશે:12થી 20 ઓક્ટો.સુધી ગરબા થશે, રીલમાં કહ્યું- મારા અને તમારા ઉત્સાહને નુકસાન નથી થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment