Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોમ ધરાશાયી થતા કિર્તીદાનના ગરબા ખુલ્લામાં યોજાશે:12થી 20 ઓક્ટો.સુધી ગરબા થશે, રીલમાં કહ્યું- મારા અને તમારા ઉત્સાહને નુકસાન નથી થયું

    15 hours ago

    ડોમ ધરાશાયી થયા બાદ અમદાવાદામં યોજાનારા પરંપરાના ગરબા 12 થી 20 ઓક્ટોબર દરમિયાન ગરબા યોજાશે. કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર રીલ મૂકી જાહેરાત કરી. હવે ખુલ્લામાં ગરબા યોજાશે. કિર્તીદાને રીલ બનાવી જણાવ્યું કે, ગઈકાલ સાંજથી એવા ન્યૂઝ ફરી રહ્યા છે કે, પરંપરા નવરાત્રિના કિર્તિદાન ગઢવીના ગરબાના ડોમને નુકસાન થયું છે. નુકસાન જરૂર થયું છે પણ મારા, અમારી ટીમના કે તમારા ઉત્સાહને બિલકુલ નુકસાન થયું નથી. તમારા મેસેજ ખૂબ મળી રહ્યા છે, તમારા આ પ્રેમ થકી આ શક્ય બન્યું છે અને અમારો ઉત્સાહ વધી ગયો છું. ડોમને બદલે હવે આપણે ખુલ્લા ગ્રાઉન્ડમાં નવરાત્રિ કરીશું. બીજા નોરતાથી દશેરા સુધી ગરબા રમીશું. સાઉન્ડ, લાઇટ સહિતની વ્યવસ્થા એ જ છે. આપણે પરંપરા સાથે છીએ. જય માતાજી. 9 ઓક્ટોબરની સાંજે ડોમ ધરાશાયી થઈ ગયો 9 ઓક્ટબરની સાંજે અમદાવાદના એસ.પી રીંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ નામથી યોજાનારા ગરબાનો AC ડોમ ધરાશાયી થયો હતો. 11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના હતા. જેને લઈને એસી ડોમમાં કામગીરી ચાલી રહી હતી, ત્યારે બે મહિને બનેલો ડોમ અચાનક જ પડી ગયો હતો. .આ નવરાત્રિ આયોજન 9 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં કરવામાં આવ્યું હતું. તેમજ એક સાથે 12000 લોકો ગરબા નિહાળી શકે એટલી ક્ષમતા હતી. આખો ડોમ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો. લાઈટિંગ સહિત તમામ વસ્તુઓ લગાવી દેવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ડોમ ધરાશાયી થતા કેટલાક શ્રમિકોને સામાન્ય ઇજા પહોંચી છે. જો બે દિવસ બાદ ઘટના બની હોત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. આ પણ વાંચો કિંજલ દવે, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી આ વખતે ક્યાં રમઝટ બોલાવશે? જાણો કયા સિંગર ક્યાં પરફોર્મ કરશે આ વર્ષે ઘણા જાણીતા સિંગર પરફોર્મ કરી ખેલૈયાઓનો ડોલાવવા તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને અમદાવાદમાં આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે, ઈશાની દવે સહિતના અનેક સિંગર અમદાવાદમાં નવરાત્રિ કરવા આવવાના છે, ત્યારે આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓને નવું શું જોવા મળશે. કયા સિંગર કયા વેન્યૂ પર પર્ફોર્મ કરશે તે જણાવી રહ્યા છીએ.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસ ભરતીમાં સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં:સુરતમાં હર્ષ સંઘવીની જાહેરાત, 20 ટકા અનામતનો લાભ યથાવત
    Next Article
    'એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા':ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ સામે વિરોધ, રાજીવ ગાંધી ભવન જતાં રોકતા પોલીસ સાથે ઘર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment