Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોરોના બાદ વિદેશ જવાનો ટ્રેન્ડ તેજ બન્યો:2023માં સૌથી વધુ 394 લોકોએ IDP મેળવ્યું, બ્રિટનમાં અભ્યાસ અને રોજગારીની તક સૌથી મોટું આકર્ષણ

    2 days ago

    રોજગાર, ઉચ્ચ અભ્યાસ અને સ્થાયી થવાના સપના સાથે ઉત્તર ગુજરાતમાંથી વિદેશ જવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે, જેમાં પાટણ જિલ્લો પણ મોખરે છે. છેલ્લા સાડા પાંચ વર્ષના (1 જાન્યુઆરી 2021થી 18 જુલાઈ 2026 સુધીના) સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, પાટણ જિલ્લામાંથી કુલ 956 લોકો ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ (IDP) મેળવીને વિદેશ રવાના થયા છે. આ ગ્લોબલ દોડમાં પાટણવાસીઓની સૌથી પહેલી અને મનપસંદ ચોઇસ ‘બ્રિટન’ (UK) બની રહ્યું છે. કુલ વિદેશ જનારાઓમાંથી 400થી વધુ લોકો માત્ર બ્રિટન ગયા છે, જ્યારે બાકીના લોકો અમેરિકા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોના વિવિધ શહેરોમાં સ્થાયી થયા છે. વર્ષવાર આંકડાકીય વિશ્લેષણ જોઈએ તો, કોરોનાકાળ બાદ વિદેશ જવાની ગતિમાં મોટો ઉછાળો આવ્યો હતો. વર્ષ 2021માં 124 લોકો વિદેશ ગયા હતા, જે આંકડો 2022માં વધીને 215 અને વર્ષ 2023માં રેકોર્ડબ્રેક 394 સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ વર્ષ 2024માં 245, વર્ષ 2025માં 158 અને ચાલુ વર્ષે 18 જુલાઈ 2026 સુધીમાં વધુ 65 લોકો આંતરરાષ્ટ્રીય લાયસન્સ સાથે વિદેશની વાટ પકડી ચૂક્યા છે. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ (IDP) શું છે?‎ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ એ ખરેખર એક કાનૂની દસ્તાવેજ (પરમિટ) છે, જે તમારા ભારતીય લાયસન્સને વિદેશી ધરતી પર માન્યતા આપે છે. ભારત સરકારે કરેલી વૈશ્વિક સંધિઓ અનુસાર, આ લાયસન્સના આધારે તમે વિશ્વના 100થી વધુ દેશોમાં કાયદેસર રીતે વાહન ચલાવી શકો છો. સામાન્ય રીતે RTO દ્વારા ઇશ્યૂ કરાયેલું આ લાયસન્સ 1 વર્ષ માટે અથવા તમારા લાયસન્સની વેલિડિટી પૂરી થાય ત્યાં સુધી (જે વહેલું હોય તે) માન્ય ગણાય છે. વિદેશ જતાં પહેલાં સ્થાનિક RTOમાં જરૂરી દસ્તાવેજો અને નિર્ધારિત ફી રૂ.1000 ભરીને આ સરળતાથી મેળવી શકાય છે. ઇન્ટરનેશનલ લાયસન્સ: વિદેશમાં કમાણીનું સૌથી મોટું હથિયાર વિદેશ જતા લોકો માટે પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) માંથી મળતું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ (IDP) આશીર્વાદ સમાન સાબિત થાય છે. તાત્કાલિક રોજગારી: બ્રિટન, કેનેડા કે અમેરિકા જેવા દેશોમાં પહોંચતાની સાથે જ જો તમારી પાસે ઇન્ટરનેશનલ લાયસન્સ હોય, તો શરૂઆતના દિવસોથી જ ડિલિવરી બોય, કેબ ડ્રાઇવર કે લોજિસ્ટિક્સમાં પાર્ટ-ટાઇમ નોકરી મળી જાય છે. આર્થિક સપોર્ટ: વિદેશમાં અભ્યાસના ખર્ચ અને રહેવાના ઊંચા ભાડાં વચ્ચે આ લાયસન્સ યુવાનોને શરૂઆતમાં જ આર્થિક રીતે પગભર થવામાં મોટી મદદ કરે છે. સ્થાનિક લાયસન્સમાં સરળતા: આ આંતરરાષ્ટ્રીય લાયસન્સના આધારે જે-તે દેશમાં સ્થાનિક કાયમી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા અને ટેસ્ટ પણ ઘણા સરળ બની જાય છે.
    Click here to Read More
    Previous Article
    બાઇક સવાર બે લોકો ઘાયલ, દંપતી રામદેવપીરના દર્શને જતું હતું:તલોદના પાશીના મુવાડાની સીમમાં બે બાઇક ટકરાતાં વૃદ્ધાનું મોત થયું
    Next Article
    રોડ રિસર્ફેસિંગ માટે કરોડોની ગ્રાન્ટ મેળવવા સર્વે શરૂ કરશે:પ્રથમ રાઉન્ડમાં સાડા છ ઇંચ વરસાદમાં જ પાટણના શહેરના 50થી વધુ રોડ ધોવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment