Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇક સવાર બે લોકો ઘાયલ, દંપતી રામદેવપીરના દર્શને જતું હતું:તલોદના પાશીના મુવાડાની સીમમાં બે બાઇક ટકરાતાં વૃદ્ધાનું મોત થયું

    2 days ago

    તલોદના પાશીના મુવાડાની સીમમાં એસ્સાર પેટ્રોલપંપ સામે બાઇકે આગળ જતી બાઇકને પાછળથી ટક્કર મારી હતી. આ કરુણ ઘટનામાં બાઇક પર પાછળ સવાર વૃદ્ધ મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ગત 16 જુલાઈ 2026ના રોજ સવારે આશરે સવા નવેક વાગ્યે તાજપુર કેમ્પના રહેવાસી વિષ્ણુસિંહ ઉર્ફે વિહતુસિંહ ચેહરસિંહ ઝાલા તેમના પત્ની ભુરીબા ઝાલા સાથે બાઇક નંબર GJ-09-CV-9706 લઈને બાલિસણામાં રામદેવપીર ભગવાનના મંદિરે દર્શન કરવા જતા હતા. હરસોલથી રોઝડ તરફ જતાં રોડ પર આવેલા એસ્સાર પેટ્રોલપંપ પાસે જ્યારે તેઓ પેટ્રોલ પુરાવવા માટે જમણી બાજુ બાઇક વાળી રહ્યા હતા. ત્યારે પાછળથી તેમના જ ગામનો સાવનકુમાર જુગતસિંહ મકવાણા પોતાની બાઇક નંબર GJ-16-DN-9475 હંકારી લાવ્યો હતો અને બાઇકને પાછળથી ભટકાવી દીધી હતી. ​અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇક સવારો રોડ પર ફંગોળાઈ ગયા હતા. ભુરીબા ઝાલાને ડાબા હાથ-પગ અને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. 108 મારફતે તેઓને તલોદ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે ભુરીબાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિષ્ણુસિંહ અને અકસ્માત સર્જનાર ચાલક સાવનકુમારને પણ ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ​
    Click here to Read More
    Previous Article
    માધ્યમિકમાં 157 અને ઉ.મા.માં 221 જગ્યાઓ ભરાશે‎:હિંમતનગરમાં આજથી જ્ઞાન સહાયક ભરતી માટે ત્રિ-દિવસીય પસંદગી કેમ્પ
    Next Article
    કોરોના બાદ વિદેશ જવાનો ટ્રેન્ડ તેજ બન્યો:2023માં સૌથી વધુ 394 લોકોએ IDP મેળવ્યું, બ્રિટનમાં અભ્યાસ અને રોજગારીની તક સૌથી મોટું આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment