Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB:ભાજપ સરકાર સામે ધરતીપુત્રોએ હળ ઉગામ્યું, રેલીમાં ઘર્ષણ, એક ખેડૂતનો આપઘાતનો પ્રયાસ; કોંગ્રેસની સભાનો ફિયાસ્કો થતાં પાલ આંબલિયા રડી પડ્યા

    5 days ago

    ખેડૂતોના અધિકારો માટે આજે (15 જૂન) કોંગ્રેસે ટ્રેક્ટરો સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી હતી. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હતા. કોંગ્રેસે કુલ 5 માગણી સરકાર સમક્ષ મૂકી હતી. કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ યાત્રાનું સંકલન કર્યું હતું. શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચતા હોબાળો થયો હતો. કોંગ્રેસની ટેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી નહીં હોવાથી પોલીસે રેલીને અટકાવતા મામલો બિચક્યો હતો. એક સમયે ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB જેવી સ્થિતિ સર્જાઈ હતી. થોડા સમય માટે અમદાવાદ રિંગ રોડ રણમેદાનમાં પરિવર્તિત થઈ ગયો હતો. ખેડૂતોએ ટ્રેક્ટર લઈ ગાંધીનગર જવાની જીદ કરતા પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. પોલીસે ટ્રેક્ટર રેલીને અટકાવવા રોડ પર JCB આડું મૂકી દીધું તો ખેડૂતોએ પણ ટ્રેક્ટર આડા મૂકી રસ્તા બંધ કરી દીધા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે ઓગણજ ટોલ ટેક્સથી વૈષ્ણોદેવી સર્કલ તરફનો રિંગ રોડ વાહન વ્યવહાર માટે થોડા સમય માટે બંધ કરી દેવાયો હતો. આ હોબાળા દરમિયાન ખેડૂતોમાં બે ભાગ પડી ગયા હતા. એક ભાગ ગાંધીનગર જવાની જીદમાં ટ્રેક્ટરથી ના જઈ શકતા ચાલતા ગાંધીનગર જવા નીકળી ગયો હતો. તો અન્ય ખેડૂતોને કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ સમજાવી સભા સ્થળે લઈ ગયા હતા. આ દરમિયાન અન્ય ખેડૂતોએ હોબાળો કરતા કોંગ્રેસની સભાનો ફિયાસ્કો થઈ ગયો હતો. અમિત ચાવડા સભા કર્યા વગર જ નીકળી ગયા હતા તો પાલ આંબલિયા ખેડૂતોને સભામાં સંબોધન કરતા રડવા લાગ્યા હતા. 30 તારીખે દરેક જિલ્લામાં રસ્તાઓ રોકીને ચક્કાજામ કરવાની ચીમકી સભામાં 30 તારીખે દરેક જિલ્લામાં રસ્તાઓ રોકીને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોઈ પણ પાર્ટીના ખેસ અને ઝંડા વગર રસ્તાઓ રોકવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ‘12માં દિવસે સરકાર નહીં માને તો તેમનું બારમું કરી નાખીશું’ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, સરકારને અલ્ટીમેટમ આપવા માંગીએ છીએ કે માંગણીઓને લઈને જેલમાં જવા માટે તૈયાર છીએ. 11 દિવસ પછી સરકાર જવાબ નહીં આપે તો જિલ્લાઓમાં ટ્રેક્ટર લઈને રોડ પર ઊભા રહીને ચક્કાજામ કરીશું. કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ સમિતિ સાથે બીજા કોઈએ આવવું હોય તો રસ્તા રોકવા માટે આવી જાય. 12માં દિવસે સરકાર નહીં માને તો તેમનું બારમું કરી નાખીશું. ‘મને પોલીસે બાંધીને માર્યો ત્યારે દુઃખ નહોતું થતું એટલું આજે થયું’ ખેડૂતોને સભામાં સંબોધન કરતા પાલ આંબલિયા રડવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતુ કે આગામી સમયમાં ખેડૂતો માટે લડીશ કે નહીં તે પરિવાર સાથે વાતચીત કરીને નક્કી કરીશ. મારા ખેતરમાં થાંભલો આવતો નથી, કે મારા માટે લડતો રહું. તમારા માટે લડવા નીકળ્યો હતો અને આજે ખેડૂતો કહે છે કે પાલભાઈ ગુમરાહ કરે છે. મને પોલીસે બાંધીને માર્યો હતો ત્યારે દુઃખ નહોતું થતું એટલું દુઃખ આજે ગુમરાહ કરતા હોવાના આક્ષેપ લગાવવાથી થયો છે. કોંગ્રેસનો વિરોધ કરવા આવેલા ખેડૂતોને કાર્યકરોએ પાછા કાઢ્યા કોંગ્રેસની સભામાં કેટલાક ખેડૂતો વિરોધ કરવા આવ્યા હતા જેમને કોંગ્રેસના કાર્યકરોએ પાછા કાઢ્યા હતા. ઓગણજ ટોલ ટેક્સથી વૈષ્ણોદેવી સર્કલ તરફનો રિંગ રોડ ફરી શરૂ ઓગણજ ટોલ ટેક્સથી વૈષ્ણોદેવી સર્કલ તરફનો રિંગ રોડ પોલીસે જે બંધ કરાવ્યો હતો તેને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. ઓગણજ ટોલ ટેક્સ ફરીથી શરૂ થતા વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે. આ પણ વાંચો: સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો ગુસ્સામાં દિવસભરની પળેપળની અપડેટ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- RTI એક્ટિવિઝમ હવે બિઝનેસ બન્યું:સરકાર પોતાના કામનું ધ્યાન પોતે જ રાખી લેશે; પૂછ્યું- એક્ટિવિસ્ટ કોણ હોય છે દેખરેખ રાખનારા
    Next Article
    પાંચ માગો સાથે ખેડૂતોએ કાઢી ટ્રેક્ટર રેલી:ભૂતિયા ડિમોલિશનમાં બિલ્ડરની ભૂમિકાનો બોલતો પુરાવો, જિલ્લા પ્રમુખના ઈશારે ધારાસભ્યનું અપમાન, પ્રેમી સાથે મળી પતિની હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment