Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચ માગો સાથે ખેડૂતોએ કાઢી ટ્રેક્ટર રેલી:ભૂતિયા ડિમોલિશનમાં બિલ્ડરની ભૂમિકાનો બોલતો પુરાવો, જિલ્લા પ્રમુખના ઈશારે ધારાસભ્યનું અપમાન, પ્રેમી સાથે મળી પતિની હત્યા

    5 days ago

    વિવિધ માગો સાથે ખેડૂતોએ કાઢી ટ્રેક્ટર રેલી વિવિધ માગો સાથે આજે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. રેલીમાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ પણ કર્યો. તો કોંગ્રેસની સભામાં ગણ્યાગાંઠ્યા ખેડૂતો જ પહોંચ્યા. .અમિત ચાવડા ભાષણ આપ્યા વગર જ રવાના થઈ ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભૂતિયા ડિમોલીશનમાં બિલ્ડરની ભૂમિકાના વીડિયો સુરતના નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલીશનમાં મોટો ખુલાસો..ભાસ્કર પાસે આવ્યા ડિમોલિશનના બરાબર 12 દિવસ પહેલાના સીસીટીવી. જેમાં બિલ્ડર સંજય લાખાણીનો ભાઈ ઘનશ્યામ લાખાણી આંગળી ચીંધીને ડિમોલિશનના મકાનો બતાવી રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રીનીટના પેપરના નામે પૈસા પડાવતી ટોળકી ઝડપાઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રીનીટના પેપરની લાલચ આપી પૈસા પડાવનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી.. 1 હજાર વિદ્યાર્થીઓ પાસેથી પેપર દીઠ 15 હજારથી 80 હજાર રૂપિયા વસૂલતા હતા.આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી 1.50 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જિલ્લા પ્રમુખના ઈશારે ધારાસભ્યના અપમાનનો આક્ષેપ પીએમના સુશાસન કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખને ભાષણ આપવા ન દેવાતા તેઓ નારાજ થઈને કાર્યક્રમમાંથી નીકળી ગયા. જીલ્લા પ્રમુખ નીલ રાવના ઈશારે ઉપેક્ષા થતી હોવાનો તેમનો આક્ષેપ છે. મનસુખ વસાવા ધારાસભ્યના સમર્થનમાં ધરણાં પર બેઠા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 19 અઠવાડિયા ગર્ભવતી સગીરાને ગર્ભપાતની મંજૂરી જૂનાગઢની 13 વર્ષની દુષ્કર્મ પીડિત સગીરાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી. હાઈકોર્ટે ત્રણ સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને એક સાઈકિયાટ્રિસ્ટની ટીમ બનાવી તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રિકેટર યુસુફ પઠાણને 4 અઠવાડિયાનો સમય આપ્યો વડોદરામાં જમીન ફાળવણી વિવાદ કેસમાં હાઈકોર્ટે ક્રિકેટર યુસુફ પઠાણને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણીની સરકારની પોલિસી મુકવા 4 અઠવાડિયાનો સમય આપ્યો.. સાથે જ ટકોર પણ કરી છે કે જેટલું મોડુ થશે તેટલો દંડમાં વધારો થશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 700 વર્ષ જૂની જુમ્મા મસ્જિદ વિવાદમાં ભરૂચની 700 વર્ષ જૂની જુમ્મા મસ્જિદ વિવાદમાં..ભોંયરામાંથી ભગવાન મલ્લિનાથ સહિત હિન્દુ દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી.. આજે સંત સમિતિ-ચક્રધર સ્વામીના અનુયાયીઓએ 35,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદન આપી નિષ્પક્ષ તપાસની માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી સુરતના ચોકબજારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી નાખી.બંનેએ ઉંઘમાં જ પતિને બીજા માળની ગેલેરીમાંથી નીચે રોડ પર ફેંકી દીધો.જો કે 20 મિનિટ પછી પણ પતિના શ્વાસ ચાલતા હોવાનું જોઈને, પ્રેમીએ ગળા પર બ્લેડના ઘા ઝીંકી હત્યા કરી નાખી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાપાલુઈસ પીઝામાં પીઝા ખાતા ચેતજો પાપાલુઈસ પીઝામાં પીઝા ખાતા ચેતજો.. :મનપાનાં દરોડામાં કિચનમાં અતિશય ગંદકી અને મરેલા વંદા જોવા મળ્યા.. 90 કિલો અખાદ્ય વસ્તુનો નાશ કરવામાં આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 26 જૂન સુધી ગુજરાત પહોંચશે ચોમાસુ આ વર્ષે ચોમાસું રાજ્યમાં 26 જૂન સુધીમાં પહોંચશે..ચોમાસું ધીમી ગતિથી આગળ વધી રહ્યુ છે. જો કે સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB:ભાજપ સરકાર સામે ધરતીપુત્રોએ હળ ઉગામ્યું, રેલીમાં ઘર્ષણ, એક ખેડૂતનો આપઘાતનો પ્રયાસ; કોંગ્રેસની સભાનો ફિયાસ્કો થતાં પાલ આંબલિયા રડી પડ્યા
    Next Article
    નવસારી જેલમાં મધરાતે ચેકિંગ:બેરેક નંબર 7માંથી બિનવારસી મોબાઈલ અને બે સીમકાર્ડ મળી આવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment