Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી જેલમાં મધરાતે ચેકિંગ:બેરેક નંબર 7માંથી બિનવારસી મોબાઈલ અને બે સીમકાર્ડ મળી આવ્યાં

    5 days ago

    નવસારી જિલ્લા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કવાયતના ભાગરૂપે ગઈકાલે મધરાતે જેલ પ્રશાસન દ્વારા એકાએક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન જેલની બેરેક નંબર 7 માંથી એક પ્રતિબંધિત મોબાઈલ ફોન અને બે સીમકાર્ડ બિનવારસી હાલતમાં મળી આવતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ગંભીર બેદરકારી મામલે જેલર દ્વારા સ્થાનિક પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મધરાતે 12:40 વાગ્યે શરૂ થયું ચેકિંગ નવસારી સબજેલમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ગુના આચરીને સજા પામેલા અથવા કાચા કામના કેદીઓ સજા ભોગવી રહ્યા છે, જેથી અહીંની સુરક્ષા અત્યંત મહત્વની છે. 14 જૂનના રોજ જેલર ગ્રુપ-૨ પ્રવિણસિંહ છોટાભાઇ સોઢા ફરજ પર હતા. તે દરમિયાન જેલ અધિક્ષક તરફથી ખાસ અને ગુપ્ત સૂચના મળતા જ તેઓ એક્શનમાં આવ્યા હતા. તેમણે રાતપાળી અને દિવસપાળીના ગાર્ડના જવાનોને સાથે રાખીને જેલની બેરેકોનું આકસ્મિક ચેકિંગ શરૂ કર્યું હતું. આ સ્પેશિયલ સર્ચ ઓપરેશન મધરાતે 12:40 કલાકે શરૂ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ ટીમમાં હવાલદાર ઈશ્વરભાઈ રામાભાઈ ગુનગુનિયા, સિપાઈ હિતેશ સામાભાઈ ચૌધરી તેમજ અન્ય કર્મચારીઓ પિયુશભાઈ રવૈયા, શૈલેષભાઈ પટેલ, રવિદાસ પવાર, હિતેષભાઈ સુથાર, દિલિપસિંહ ડોડિયા અને સાવન પટેલ સહિતના સુરક્ષાકર્મીઓ સામેલ થયા હતા. ખૂણામાંથી ચાલુ કન્ડિશનમાં મળ્યો મોબાઈલ સુરક્ષા સ્ટાફે મધરાતે આશરે 12:40 વાગ્યે બેરેક નંબર 7 ની લોબીના ભાગમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આશરે રાત્રે 01:05 કલાકે ફરજ પરના સિપાઈ હિતેશ ચૌધરીને લોબીના અંદરના ભાગે પશ્ચિમ દિશાના એક ખૂણામાંથી આ શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો હતો. બિનવારસી હાલતમાં મળેલો આ મોબાઈલ ફોન ચાલુ કન્ડિશનમાં હતો અને તેની સાથે બે સીમકાર્ડ પણ હતા. સ્ટાફના તમામ સભ્યોની હાજરીમાં આ પ્રતિબંધિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. FSL અને સાયબર ફોરેન્સિકની મદદ લેવાશે જેલમાંથી મોબાઈલ કે સીમકાર્ડ મળવું એ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે. જેલર પ્રવિણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા પ્રતિબંધિત મોબાઈલ ફોનને વધુ તપાસ માટે FSL અને સાયબર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવશે. ફોરેન્સિક તપાસ દ્વારા એ સ્પષ્ટ થશે કે જેલની અંદર કયા કેદીઓ કે આરોપીઓએ આ ફોનનો અનઅધિકૃત ઉપયોગ કર્યો છે અને તેના દ્વારા બહાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવી છે કે કેમ. જેલ સ્ટાફની સંડોવણી અંગે ઘનિષ્ઠ તપાસની માંગ જેલની ઊંચી દીવાલો, લોખંડી કિલ્લાબંધી અને ચુસ્ત સુરક્ષા વચ્ચે આ પ્રતિબંધિત વસ્તુઓ જેલની અંદર કેવી રીતે પહોંચી? શું આમાં જેલ ખાતાના જ કોઈ કર્મચારી કે અન્ય કોઈ બહારની વ્યક્તિની સંડોવણી છે? આ તમામ સવાલો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેલરની ફરિયાદના આધારે ગુનાહિત ઈસમો વિરૂદ્ધ ગુનો હાલમાં આ મામલે જેલરની ફરિયાદના આધારે ગુનાહિત ઈસમો વિરૂદ્ધ BNSની સંબંધિત પેટા કલમ મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલા નવસારી ટાઉન પોલીસ મથકના PSI એમ.એમ. ગામીતે જણાવ્યું કે, તેઓ હાલ બંદોબસ્તમાં હોવાથી જેલની અંદર તપાસ કરવાની બાકી છે, પરંતુ આગામી સમયમાં જેલમાં રૂબરૂ જઈને આ ફોન કોનો છે અને કોણ તેનો ઉપયોગ કરતું હતું તે અંગે કડક તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાંચ માગો સાથે ખેડૂતોએ કાઢી ટ્રેક્ટર રેલી:ભૂતિયા ડિમોલિશનમાં બિલ્ડરની ભૂમિકાનો બોલતો પુરાવો, જિલ્લા પ્રમુખના ઈશારે ધારાસભ્યનું અપમાન, પ્રેમી સાથે મળી પતિની હત્યા
    Next Article
    4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને અંતિમ શ્વાસ સુધીની કેદ:2024માં માસૂમને ઘર પાસેથી ઉઠાવી કુકર્મ આચર્યું હતું,' ફેસ' અને 'ગેટ' એનાલિસિસ ટેસ્ટના પુરાવા મહત્વના સાબિત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment