Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં RTI સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો:કમિશનર નિખિલ ભટ્ટે અધિકારીઓને કાયદાકીય માર્ગદર્શન આપ્યું; પ્રથમ વખત જિલ્લા સ્તરે વિશેષ તાલીમ યોજાઈ

    19 hours ago

    રાજ્યભરમાં ચાલી રહેલા માહિતી અધિકાર સપ્તાહ-2026 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ કલેક્ટર કચેરી ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે અધિકારીઓ અને કર્મચારીઓને RTI અધિનિયમ-2005ની વિવિધ જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સરકારી તંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતા વધારવા તેમજ અરજીઓનો સમયસર નિકાલ કરવા માટે આ મહત્વપૂર્ણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ અને સરકાર વચ્ચે સેતુ તાલીમ દરમિયાન કમિશનર નિખિલ ભટ્ટે જણાવ્યું હતું કે માહિતી અધિકાર અધિનિયમ સમાજ અને સરકાર વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતા માટે મજબૂત સેતુ બન્યો છે. આ કાયદાના અમલથી સામાન્ય નાગરિકોને સરકારી તંત્રની કાર્યપદ્ધતિ અને પોતાના હિતને સ્પર્શતી માહિતી મેળવવાનો અધિકાર મળ્યો છે. નિયત સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવાથી કાયદા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. સમયસર અરજીઓના નિકાલ અંગે સમજ અપાઇ કાર્યક્રમમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ દરમિયાન RTI અરજીઓનો સમયસર નિકાલ કરવા, જાહેર માહિતી અધિકારી (PIO)ની જવાબદારીઓ, માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા અને પ્રથમ અપીલની કાર્યવાહી અંગે અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું. પારદર્શક વહીવટ અને રેકોર્ડ જાળવણી તાલીમમાં કઈ માહિતી જાહેર કરી શકાય અને કઈ માહિતી મુક્તિપ્રાપ્ત છે તે અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત અરજીઓના સમયમર્યાદિત નિકાલ, રેકોર્ડની યોગ્ય જાળવણી અને પારદર્શક વહીવટ અંગે પણ વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના કાયદાકીય જોગવાઈઓના આધારે જવાબો આપવામાં આવ્યા હતા. જિલ્લા સ્તરે વિશેષ તાલીમનું આયોજન જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અધિકારીઓ અને કર્મચારીઓ કાયદાથી જાણકાર બને તે માટે આ આયોજન કરાયું છે. અગાઉ આ સપ્તાહની ઉજવણી કેન્દ્રીય ધોરણે ગાંધીનગર ખાતે થતી હતી. પરંતુ આ વખતે જિલ્લા સ્તરે પણ અધિકારીઓને વાકેફ કરવા આ કાર્યક્રમ યોજાયો છે. સરકારી તંત્રમાં પારદર્શિતા વધારવાનો હેતુ માહિતી અધિકાર અધિનિયમ-2005ને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. માહિતી આયોગના સહયોગથી કાયદાની અસરકારક અમલવારી થાય અને સરકારી તંત્રમાં પારદર્શિતા, જવાબદારી તથા કાર્યક્ષમતા વધે તે જ આ કાર્યક્રમનો મુખ્ય આશય રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ વન સંરક્ષક ઉષમા નાણાવટી, પ્રાંત અધિકારીઓ અને નાયબ પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જ્યારે જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું સતત ત્રીજા દિવસે પ્રદર્શન:રાહુલ-પ્રિયંકાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી; ખડગેએ કહ્યું- સરકાર મત આપવાનો અધિકાર છીનવી રહી છે
    Next Article
    ગુજરાતમાં 2027ની સીધી ભરતીની તૈયારી શરૂ:વિભાગોને જગ્યાઓનું માગણીપત્રક મોકલવા આદેશ, 30 નવેમ્બર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment