Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોકી વર્લ્ડ કપમાં આજે ભારત vs પાકિસ્તાન:છેલ્લા 10 વર્ષથી ટીમ ઈન્ડિયા હારી નથી; જો જીતશે તો ટૉપ-8માં પહોંચશે

    23 hours ago

    મેન્સ હોકી વર્લ્ડ કપમાં આજે ભારત-પાકિસ્તાનની મેચ થશે. પૂલ-Dની આ મેચ વેગનર હોકી સ્ટેડિયમમાં સાંજે 6:30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયા છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સામે અજેય છે. બંને ટીમ વચ્ચે 19 મેચ રમાઈ છે. જેમાં ભારતે 17 મેચ જીતી, જ્યારે 2 ડ્રો રહી. પાકિસ્તાને છેલ્લી વાર સાઉથ એશિયન ગેમ્સ 2016ની ફાઈનલમાં ભારતને 1-0થી હરાવ્યું હતું. ભારતે પહેલો મુકાબલો વેલ્સ સામે 3-1થી જીત્યો, જ્યારે ઇંગ્લેન્ડ સામે 1-4થી હારી ગયું. ટીમ 2 મેચમાં 3 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમ આ મેચ જીતશે તો 6 પોઇન્ટ્સ સાથે આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય કરી જશે. જ્યારે જો પાકિસ્તાન હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. વર્લ્ડ કપમાં પણ ભારતનું પલડું ભારે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મેચ રમાઈ છે. ભારતે 3 મેચ જીતી, જ્યારે 2માં પાકિસ્તાનને જીત મળી. બંને ટીમની વર્લ્ડ કપમાં છેલ્લી ટક્કર 2010માં થઈ હતી. નવી દિલ્હીમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું હતું. 1975માં ભારતે પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો બંને ટીમની સૌથી યાદગાર ટક્કર 1975ના વર્લ્ડ કપ ફાઇનલમાં થઈ હતી. ત્યારે ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને પ્રથમ અને પોતાની એકમાત્ર વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. આ વર્ષે પ્રો લીગના યુરોપિયન લેગમાં પણ ભારતે પાકિસ્તાનને સતત બે મેચમાં 7-1 અને 4-3થી હરાવ્યું હતું. 53 વર્ષ પહેલાં જ્યાં ભારત-પાકિસ્તાન રમ્યા, ફરી ત્યાં જ મુકાબલો વેગનર સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે 1973 વર્લ્ડ કપનો સેમિફાઇનલ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 1-0થી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. બીપી ગોવિંદાએ 62મી મિનિટે ગોલ કર્યો હતો. ફાઇનલ પણ આ જ સ્ટેડિયમમાં થઈ હતી. ત્યારે ભારતને યજમાન નેધરલેન્ડ્સ સામે પેનલ્ટી સ્ટ્રોકમાં હાર મળી હતી. હરમનપ્રીત સિંહ ટુર્નામેન્ટનો ટૉપ ગોલ સ્કોરર ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કર્યા છે. તે અત્યાર સુધી 2 મેચમાં 3 ગોલ કરી ચૂક્યો છે. તેના ત્રણેય ગોલ પેનલ્ટી કોર્નર પર આવ્યા છે. પાકિસ્તાન સામે ફરીથી ટીમ તેની પાસેથી ગોલની અપેક્ષા રાખશે. બન્ને ટીમની સ્ક્વોડ ભારત: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જરમનપ્રીત સિંહ, અભિષેક, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, દિલપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત, નીલકંતા શર્મા, લાલગે આદિત્ય અર્જુન, શશિકુમાર મોહિત હોન્નેનહલ્લી, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, વિવેક સાગર પ્રસાદ, સુખજીત સિંહ, યશદીપ સિવાચ, સંજય, સૂરજ કરકેરા (ગોલકીપર), રાજિન્દર સિંહ, શિલાનંદ લાકડા. પાકિસ્તાન: મહમૂદ અબુ (કેપ્ટન), વકાર (ગોલકીપર), મુહમ્મદ અબ્દુલ્લા, સુફિયાન ખાન, મોઈન શકીલ, વહીદ અશરફ રાણા, હન્નાન શાહિદ, ઝિક્રિયા હયાત, અરશદ લિયાકત, અદીલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, અમ્માદ બટ, મુહમ્મદ હમ્માદુદ્દીન, અબ્દુલ રહેમાન, અફરાજ, ઉમર મુસ્તફા, અબુ મહમૂદ, અલી રઝા (ગોલકીપર), અબ્દુલ મનાન, મુહમ્મદ અમ્માદ.
    Click here to Read More
    Previous Article
    પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જીતથી 6 વિકેટ દૂર:પાંચમા દિવસની રમત શરૂ; શ્રીલંકા માટે કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને સોનલ દિનૂષા ક્રિઝ પર
    Next Article
    કચ્છ કલેક્ટરે શાળાની મુલાકાત લીધી:બાળકો સાથે મધ્યાહન ભોજનનો સ્વાદ માણ્યો, 5 લાખની ગ્રાન્ટ ફાળવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment