Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ કલેક્ટરે શાળાની મુલાકાત લીધી:બાળકો સાથે મધ્યાહન ભોજનનો સ્વાદ માણ્યો, 5 લાખની ગ્રાન્ટ ફાળવી

    22 hours ago

    કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ નારણપર રોહા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે શાળા વ્યવસ્થાપન, શિક્ષકો અને આંગણવાડીની કામગીરી વિશે માહિતી મેળવી હતી. તેમણે બાળકોને મળતી સુવિધાઓની સમીક્ષા કરી વિદ્યાર્થીઓ સાથે તેમના અભ્યાસ અને દૈનિક પ્રવૃત્તિઓ વિશે સહજ વાતચીત કરી હતી. કલેક્ટર રાણાવસિયાએ શાળામાં કાર્યરત મધ્યાહન ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રસોઈ અને ભોજનની ગુણવત્તા ચકાસી હતી. સરકારના નિર્ધારિત મેનુ અનુસાર તૈયાર કરાયેલા પૌંઆનો સ્વાદ પણ તેમણે જાતે માણ્યો હતો. તેમણે રસોઈ બહેનો દ્વારા પીરસવામાં આવેલા ભોજનની ગુણવત્તા અને સ્વાદની પ્રશંસા કરી હતી. કલેક્ટરે મધ્યાહન ભોજન સાથે જોડાયેલી બહેનોની મહેનત, સ્વચ્છતા અને જવાબદારીપૂર્વકની કામગીરીને બિરદાવી હતી. આનાથી શાળા પરિવાર અને ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. મુલાકાત દરમિયાન શાળા અને આંગણવાડીની જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાળકોને મધ્યાહન ભોજન માટે વધુ સુવિધાજનક વાતાવરણ મળે તે હેતુથી કલેક્ટરે ભોજન શેડની સુવિધા માટે રૂ. ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી નારણપર રોહા ગામની શાળા અને આંગણવાડીની સુવિધામાં વધારો થશે, જેનાથી બાળકોને વધુ સારો માહોલ મળશે. ગ્રામજનો, શાળા પરિવાર અને પંચાયતના પ્રતિનિધિઓએ આ નિર્ણય બદલ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હોકી વર્લ્ડ કપમાં આજે ભારત vs પાકિસ્તાન:છેલ્લા 10 વર્ષથી ટીમ ઈન્ડિયા હારી નથી; જો જીતશે તો ટૉપ-8માં પહોંચશે
    Next Article
    ઉન પાટિયા વિસ્તારમાં યુવકનું મર્ડર:'દારૂ પીવડાવીને કોલર પકડીને માર માર્યો', દેશી દારૂના અડ્ડા પાસે ઘટના બન્યાનો સ્થાનિક વૃદ્ધાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment