Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉન પાટિયા વિસ્તારમાં યુવકનું મર્ડર:'દારૂ પીવડાવીને કોલર પકડીને માર માર્યો', દેશી દારૂના અડ્ડા પાસે ઘટના બન્યાનો સ્થાનિક વૃદ્ધાનો આક્ષેપ

    21 hours ago

    સુરતના ઉન પાટિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ 18 ઑગસ્ટે રાત્રે, દેશી દારૂના અડ્ડાની પાસે નીતેશ નામના યુવકની હત્યા કરી દેવાઈ છે. ખુલ્લેઆમ ધમધમતા દારૂના સ્ટેન્ડના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. 'દારૂ પીવડાવી કોલર પકડીને માર્યો' ઉન પાટિયા વિસ્તારના યાયા નગર-બીમાં ચંડાલ ચોકડી નજીક આ ઘટના બની હતી. ઘટનાસ્થળે હાજર એક સ્થાનિક વૃદ્ધાએ જણાવ્યું હતું કે, "અહીં યુવકને દારૂ પણ પીવડાવવામાં આવતો હતો અને કોલર પકડીને માર મારવામાં આવી રહ્યો હતો." વૃદ્ધાએ વધુમાં જણાવ્યું કે, તેમની પૌત્રીએ આવીને જાણ કરી કે એક માણસ મરી ગયો છે. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે લોકો મૃતકને લઈ હોસ્પિટલ ગયા હતા અને હુમલાખોરો ભાગી ગયા હતા. ઘટના બાદ પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ અસામાજિક તત્વો દ્વારા અચાનક કરવામાં આવેલા આ જીવલેણ હુમલાથી આસપાસના રહીશોમાં ભારે દહેશત અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ લોહિયાળ ઘટના બાદ સ્થાનિકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ચૂક્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ હત્યા પાછળ જૂની અદાવત છે કે દારૂના નશામાં થયેલો ઝઘડો છે કે અન્ય કોઈ અંગત કારણ, તે દિશામાં પોલીસે તપાસ કરી રહી છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી હત્યારાઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છ કલેક્ટરે શાળાની મુલાકાત લીધી:બાળકો સાથે મધ્યાહન ભોજનનો સ્વાદ માણ્યો, 5 લાખની ગ્રાન્ટ ફાળવી
    Next Article
    આલાવારા કબ્રસ્તાન પાસે જુગારના અડ્ડા પર દરોડો:ભુજ બી-ડિવિઝન પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ ઝડપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment