Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VNSGUમાં ડબલ અને ડ્યુઅલ ડિગ્રી શરૂ:અડધો અભ્યાસ સુરતમાં અને અડધો વિદેશમાં કરી શકાશે; વિદ્યાર્થીઓ માટે ડેશબોર્ડ પર ઓનલાઇન NOCની સુવિધા

    1 day ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અંતર્ગત વિદ્યાર્થીઓ માટે બે વિશેષ વિકલ્પો - 'ડબલ ડિગ્રી' અને 'ડ્યુઅલ ડિગ્રી' શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ કોઈ પણ અડચણ વિના બંને પ્રોગ્રામનો લાભ લઈ શકે તે માટે યુનિવર્સિટીએ સગવડો વધારી છે. ડબલ ડિગ્રી મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવામાં તકલીફ ન પડે તે માટે તેમના પોતાના ઓનલાઇન સ્ટુડન્ટ ડેશબોર્ડ પર જ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ ઘરેબેઠાં જ જરૂરી મંજૂરી મેળવી શકે. ડબલ ડિગ્રી: હવે એકસાથે બે કોર્સમાં અભ્યાસ શક્ય ડબલ ડિગ્રી પ્રોગ્રામ અંગે સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, આ સુવિધા હેઠળ વિદ્યાર્થી એક જ સમયગાળામાં બે અલગ-અલગ ડિગ્રીનો અભ્યાસ કરી શકે છે. જો કોઈ વિદ્યાર્થી સવારના સમયે યુનિવર્સિટી કે કોલેજમાં નિયમિત ડિગ્રી કોર્સ કરતો હોય, તો તે બપોર પછી કે સાંજની શિફ્ટમાં ચાલતો અન્ય કોઈ માન્ય ડિગ્રી કોર્સ પણ તેની સાથે જ કરી શકે છે. આ સુવિધાથી વિદ્યાર્થીઓનો મહત્વપૂર્ણ સમય બચશે અને તેઓ નિર્ધારિત સમયમાં જ બે અલગ અલગ ક્ષેત્રોમાં નિપુણતા અને સત્તાવાર પદવી હાંસલ કરી શકશે. ડ્યુઅલ ડિગ્રી: અડધો અભ્યાસ સુરતમાં અને અડધો વિદેશમાં બીજી તરફ, ડ્યુઅલ ડિગ્રીની જોગવાઈ વિદ્યાર્થીઓ માટે દેશ-વિદેશની અન્ય યુનિવર્સિટીઓમાં ભણવાના દ્વાર ખોલે છે. આ સિસ્ટમમાં વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમના અડધા સેમેસ્ટર VNSGU ખાતે અને બાકીના અડધા સેમેસ્ટર અન્ય ભારતીય કે વિદેશી યુનિવર્સિટીમાંથી પૂરા કરી શકે છે. દાખલા તરીકે, BBA જેવા સ્નાતક (UG) કોર્સમાં વિદ્યાર્થી શરૂઆતના ત્રણ સેમેસ્ટર સુરતમાં અને બાકીના ત્રણ સેમેસ્ટર વિદેશની યુનિવર્સિટીમાં ભણી શકે છે. જ્યારે અનુસ્નાતક (PG) કોર્સમાં બે સેમેસ્ટર અહીં અને બાકીના બે સેમેસ્ટર વિદેશમાં ભણવાની તક મળે છે. ડોક્યુમેન્ટેશનમાં યુનિવર્સિટી પૂરી મદદ કરશે: રજિસ્ટ્રાર રમેશદાન ગઢવી વિદેશમાં અભ્યાસ અને સહાય અંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ દાન ગઢવીએ જણાવ્યું હતું કે, "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત અમે વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું એક્સપોઝર આપી રહ્યા છીએ. જો કોઈ વિદ્યાર્થી ડ્યુઅલ ડિગ્રી હેઠળ વિદેશ જશે તો યુનિવર્સિટી તરફથી તેને ચોક્કસ મદદ કરવામાં આવશે. વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને તમામ જરૂરી સત્તાવાર ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં પૂરતું માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે." MSWના બે વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં ઇન્ટર્નશિપની તક મળી યુનિવર્સિટીની આ નીતિના વાસ્તવિક અમલ તરીકે તાજેતરમાં જ માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) વિભાગના બે વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડ ખાતે ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવ્યા છે. VNSGU વહીવટીતંત્રે આ વિદ્યાર્થીઓને તમામ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી આપવા ઉપરાંત ન્યૂઝીલેન્ડની સ્થાનિક સંસ્થાઓ (NGO) અને યુનિવર્સિટીઓ સાથે સંપર્ક પણ કરાવી આપ્યો હતો. આમ, VNSGU હવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને તાલીમના રસ્તા સરળ બનાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સિક્કિમમાં ભૂસ્ખલન, 20થી વધુ ઘર તણાઈ ગયાં:અર્નબ ચક્રવાતથી ઓડિશામાં ભારે વરસાદ, 10 હજાર લોકોનું સ્થળાંતર; MP-બિહાર અને યુપીમાં એલર્ટ
    Next Article
    પૂર્વ અમદાવાદમાં મનપા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ:25 લાખથી વધુ નાગરિકોને એક જ સ્થળે સરકારી સેવાઓનો તાત્કાલિક લાભ, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment