Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્કિમમાં ભૂસ્ખલન, 20થી વધુ ઘર તણાઈ ગયાં:અર્નબ ચક્રવાતથી ઓડિશામાં ભારે વરસાદ, 10 હજાર લોકોનું સ્થળાંતર; MP-બિહાર અને યુપીમાં એલર્ટ

    1 day ago

    સિક્કિમના ગ્યાલશિંગ જિલ્લાના રિંબી ગામમાં સતત વરસાદને કારણે ગુરુવારે રાત્રે ભૂસ્ખલન થયું. તેમાં 20થી વધુ ઘર અને સરકારી ક્વાર્ટર તણાઈ ગયાં. જોકે, અત્યાર સુધી કોઈના મૃત્યુની માહિતી નથી. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલો અર્નબ ચક્રવાત હવે નબળો પડી ગયો છે. તેના કારણે ઓડિશામાં ભારે વરસાદ સાથે અચાનક પૂર અને ભૂસ્ખલનનું જોખમ યથાવત છે. રાજ્યના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં નીચાણવાળા તથા ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં રહેતા આશરે 10 હજાર લોકોને 200 રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતથી 9 રાજ્યોને અસર થઈ છે. આગામી 24 કલાકમાં છત્તીસગઢ, તટીય આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે ગાજવીજ પણ થઈ શકે છે. રાજસ્થાનમાં ગરમીએ 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અર્નબ ચક્રવાતથી ઓડિશામાં ભારે વરસાદ રાજસ્થાનમાં સતત બીજા દિવસે પણ ગરમી રહી. જૈસલમેર અને બાડમેરમાં દિવસનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું, જે છેલ્લા 15 વર્ષમાં સપ્ટેમ્બરનું સૌથી વધુ તાપમાન છે. બાડમેરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 43.6 અને જૈસલમેરમાં 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જોધપુર, ચુરુ અને બીકાનેરમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું સાયક્લોન અર્નબ હવે નબળું પડી ગયું છે. ઓડિશામાં ભારે વરસાદ સાથે અચાનક પૂર અને ભૂસ્ખલનનો ખતરો યથાવત્ છે. આગામી 24 કલાકમાં છત્તીસગઢ, તટીય આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવા સાથે ગાજવીજ પણ થઈ શકે છે. આ ચક્રવાતથી ઓછામાં ઓછા 9 રાજ્યો પ્રભાવિત છે. મધ્ય પ્રદેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય વચ્ચે સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય છે. જબલપુર સહિત 13 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 16 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. યુપીમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ ગયું છે. આજે સવારથી લખનઉ, કાનપુર, ઉન્નાવ, વારાણસી, પ્રયાગરાજ અને જૌનપુર સહિત 20 શહેરોમાં વિરામ-વિરામે વરસાદ પડી રહ્યો છે. લખનૌમાં છેલ્લા 20 કલાકથી તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બિહારમાં પણ વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આજે 19 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. હરિયાણામાં પણ યમુનાનગર, કરનાલ અને પાણીપત સહિત 6 જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. સેટેલાઇટ નકશામાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    કોર્ટે 7 વિદેશીઓને US-યુક્રેન જવાની મંજુરી આપી:તેમના પર મ્યાનમારમાં ઉગ્રવાદીઓને ટ્રંનિંગ આપવાનો આરોપ, NIAએ માર્ચમાં પકડ્યા હતા
    Next Article
    VNSGUમાં ડબલ અને ડ્યુઅલ ડિગ્રી શરૂ:અડધો અભ્યાસ સુરતમાં અને અડધો વિદેશમાં કરી શકાશે; વિદ્યાર્થીઓ માટે ડેશબોર્ડ પર ઓનલાઇન NOCની સુવિધા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment