Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ અમદાવાદમાં મનપા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ:25 લાખથી વધુ નાગરિકોને એક જ સ્થળે સરકારી સેવાઓનો તાત્કાલિક લાભ, જુઓ લિસ્ટ

    1 day ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અને સહાય સરળતાથી મળી રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખોખરા સ્થિત શ્યામા પ્રસાદ વસાવડા હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં નાગરિકોને એક જ સ્થળેથી રેશનકાર્ડ, આધારકાર્ડ અને વિવિધ દાખલાઓ સહિતની સરકારી સેવાઓનો લાભ તાત્કાલિક ધોરણે પૂરો પાડવામાં આવ્યો છે. 2,000 જેટલા નાગરિકો લાભ મેળવે તેવી શક્યતા કેમ્પમાં બપોર સુધીમાં 1,200થી વધુ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું, જ્યારે સાંજ સુધીમાં આ આંકડો 1,800થી 2,000 સુધી પહોંચવાનો અંદાજ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને વિવિધ સહાય પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સુશાસનના 25 વર્ષ નિમિત્તે વિશેષ આયોજન મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ સેવા સેતુ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત શાહીબાગ, અસારવા, ખોખરા, મણીનગર, અમરાઈવાડી, વસ્ત્રાલ, નરોડા, નિકોલ, ઓઢવ અને બાપુનગર સહિત પૂર્વ વિસ્તારના તમામ વોર્ડના નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. એક જ સ્થળે સરકારી સેવાઓનો તાત્કાલિક નિકાલ મુખ્યમંત્રીએ આ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. મનપા અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ સ્થળ પર જ હાજર રહી અરજીઓનો સ્વીકાર કરી રહ્યા છે અને તાત્કાલિક સર્ટિફિકેટ આપી નિકાલ કરી રહ્યા છે. શહેરી સેવા સેતુમાં સામાન્ય રીતે મળતી મુખ્ય સેવાઓ
    Click here to Read More
    Previous Article
    VNSGUમાં ડબલ અને ડ્યુઅલ ડિગ્રી શરૂ:અડધો અભ્યાસ સુરતમાં અને અડધો વિદેશમાં કરી શકાશે; વિદ્યાર્થીઓ માટે ડેશબોર્ડ પર ઓનલાઇન NOCની સુવિધા
    Next Article
    પાટણના વડલી ગામે પશુ ભરેલું પીકઅપ ડાલુ રોકી તોડબાજી:45,000 રૂપિયાની ઉઘરાણી અને 22,000નું નુકસાન કરનારા ભાવેશ ઠાકોર સહિતનાઓ સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment