Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના વડલી ગામે પશુ ભરેલું પીકઅપ ડાલુ રોકી તોડબાજી:45,000 રૂપિયાની ઉઘરાણી અને 22,000નું નુકસાન કરનારા ભાવેશ ઠાકોર સહિતનાઓ સામે ગુનો

    1 day ago

    પાટણના વડલી ગામમાં પશુ ભરીને જઈ રહેલા એક પીકઅપ ડાલાનો પીછો કરી તેને રોકવામાં આવ્યું હતું. ત્યારબાદ વાહનમાં તોડફોડ કરીને 22,000 રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વાહન છોડાવવા માટે 45,000 રૂપિયાની બળજબરીપૂર્વક ઉઘરાણી કરવા બદલ ભાવેશ ઠાકોર અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા જિલ્લાના ખડદા ગામના રણજીતસિંહ અમરસિંહ રાજપૂત ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, 20 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે તેમના પરિચિત દ્વારા કાંકરેજ તાલુકાના કંબોઈથી 11,000 રૂપિયામાં બે પાડા ખરીદવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે, 21 સપ્ટેમ્બર, 2026ના રોજ, તેમણે પાટણના ગુલશન નગરના રમજાનખાન બલોચ મારફતે વડલી ગામના રસુલખાન પાસેથી 1,05,000 રૂપિયામાં એક ભેંસ ખરીદી હતી અને 500 રૂપિયા બાના પેટે આપ્યા હતા. અનીશ બલોચ અને સાજીદખાન પીકઅપ ડાલામાં કંબોઈ સીમમાંથી બે પાડા ભરીને વડલી ગામમાં ભેંસ ભરવા જઈ રહ્યા હતા. આ સમયે ફતેગઢથી મેલૂસણ વચ્ચે એક સફેદ i10 કારમાં આવેલા કેટલાક અજાણ્યા લોકોએ તેમનો પીછો કર્યો અને ગાડી રોકવા દબાણ કર્યું. ડરના કારણે વાહનચાલકો વડલી ગામમાં ગાડી મૂકીને પોતાની જાન બચાવવા ત્યાંથી ભાગી ગયા. ત્યારબાદ સાંજે ભાવેશ ઠાકોરે વોટ્સએપ કોલ કરીને ગાડી ગોલાપુર પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવવા માટે શરૂઆતમાં 1,50,000 રૂપિયા માંગ્યા હતા. ઘણી રકઝક પછી, તેણે 45,000 રૂપિયા માગી ધમકી આપી અને તોડ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ, વડલી ખાતે પડેલા પીકઅપ ડાલાના ચારેય ટાયરની વાલ્વ કેપ કાપી નાખી, સ્ટીયરીંગ લોક અને વાયરિંગ તોડી નાખવામાં આવ્યું. આ ઉપરાંત, જેક અને પાનાની ચોરી કરીને કુલ 22,000 રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે રણજીતસિંહ રાજપૂતની ફરિયાદના આધારે પાટણ તાલુકા પોલીસે ભાવેશ ઠાકોર અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(3), 324(4), 351(4) અને 54 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ અમદાવાદમાં મનપા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ:25 લાખથી વધુ નાગરિકોને એક જ સ્થળે સરકારી સેવાઓનો તાત્કાલિક લાભ, જુઓ લિસ્ટ
    Next Article
    Sobhita Dhulipala At NDTV Yuva 2026: Acting, Glamour And More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment