Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VNSGU અંગ્રેજી વિભાગે કેરળમાં શૈક્ષણિક પ્રવાસ યોજ્યો:વિદ્યાર્થીઓએ કોચી-મુઝિરિસ બિનાલે અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી

    14 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના અંગ્રેજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે 21 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં કુલ 59 વિદ્યાર્થીઓ અને 5 અધ્યાપકશ્રીઓ જોડાયા હતા. પ્રવાસના ભાગરૂપે વિદ્યાર્થીઓએ કેરળ રાજ્યના કોચી શહેરની મુલાકાત લીધી હતી. કોચીમાં વિદ્યાર્થીઓએ કોચી-મુઝિરિસ બિનાલે (KMB) ના છઠ્ઠા સત્રની મુલાકાત લીધી. "For the Time Being" શીર્ષક હેઠળનો આ આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવ 12 ડિસેમ્બર 2025 થી 31 માર્ચ 2026 સુધી ચાલી રહ્યો છે. આ કલા મહોત્સવનું સંચાલન નિખિલ ચોપરા અને HH આર્ટ સ્પેસિસ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં કુલ 29 જેટલા વિવિધ સ્થળોએ પ્રદર્શન યોજાયું છે, જેમાં 25 કરતાં વધુ દેશોના 66થી વધુ કલાકારો અને કલાત્મક જૂથોએ ભાગ લીધો છે. એસ્પિનવોલ હાઉસ અને પેપર હાઉસ જેવા મહત્વપૂર્ણ સ્થળોનો પણ આમાં સમાવેશ થાય છે. આ પ્રદર્શન ફોર્ટ કોચી, મટ્ટાનચેરી, વિલિંગડન આઇલેન્ડ અને એર્નાકુલમ સહિત 29 સ્થળોએ ફેલાયેલું છે, જેમાં એસ્પિનવોલ હાઉસ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. વિદ્યાર્થીઓએ ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા રજૂ કરાયેલા ફિલ્મ, ઇન્સ્ટોલેશન, પેઇન્ટિંગ, શિલ્પ, ન્યૂ મીડિયા અને પરફોર્મન્સ આર્ટ જેવા વિવિધ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોના કલાપ્રદર્શનોનો અનુભવ કર્યો. કોચી-મુઝિરિસ બિનાલે દ્વારા કોચી શહેરના આધુનિક વારસા અને તેના પ્રાચીન બંદર મુઝિરિસ શહેરની સાંસ્કૃતિક પરંપરાને યાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોચીની મુલાકાત ઉપરાંત, વિદ્યાર્થીઓએ આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વર્કલા અને તિરુવનંતપુરમ શહેરોની પણ મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓને જ્યુ (યહૂદી) ટાઉન અને ત્યાં આવેલા સિનેગોગનો અભ્યાસ કરવાની તક મળી. ઉપરાંત, ભારતમાં જેસ્યુઇટ પાદરીઓના આગમન બાદ બનેલા પ્રથમ કેથલિક ચર્ચ, સાન્ટા ક્રુઝ કેથેડ્રલ બેસિલિકાની ભવ્યતા નિહાળવાનો પણ અવસર મળ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તિરુવનંતપુરમમાં આવેલા દેશના મુખ્ય ધનાઢ્ય મંદિરોમાં સ્થાન ધરાવતા પદ્મનાભસ્વામી મંદિરે દર્શનનો લાભ લીધો. આ ઉપરાંત, શંખુમુઘમ અને વર્કલા જેવા સુંદર દરિયાકિનારાઓની પણ મુલાકાત લીધી. આ સંપૂર્ણ પ્રવાસ માટે વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓએ રેલમાર્ગનો ઉપયોગ કર્યો. આ પ્રવાસીય અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને કેરળની વિવિધતા તેમજ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિને નજીકથી જાણવાનો લ્હાવો મળ્યો.
    Click here to Read More
    Previous Article
    બયતુલ માલ ટ્રસ્ટે રમઝાનમાં રોકડ સહાય આપી:200 જરૂરિયાતમંદો અને વિધવાઓને ₹3 લાખથી વધુનું વિતરણ કરાયું
    Next Article
    સુરતની ગુલાબદાસ બ્રોકર શાળામાં માતાઓ માટે સેમિનાર:'હેપી મોમ હેપી ચાઈલ્ડ' વિષય પર મનોચિકિત્સક બીના ગજ્જરએ માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment