Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બયતુલ માલ ટ્રસ્ટે રમઝાનમાં રોકડ સહાય આપી:200 જરૂરિયાતમંદો અને વિધવાઓને ₹3 લાખથી વધુનું વિતરણ કરાયું

    16 hours ago

    બયતુલ માલ ટ્રસ્ટ, વિરમગામ દ્વારા 15 માર્ચના રોજ સંજીવની હોસ્પિટલ ખાતે રમઝાન નિમિત્તે જરૂરિયાતમંદો અને વિધવાઓને રોકડ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 200 લાભાર્થીઓને ₹3 લાખથી વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રકમ સંસ્થા દ્વારા નિભાવવામાં આવતા ઝકાત ફંડમાંથી વિતરિત કરવામાં આવી હતી. બયતુલ માલ ટ્રસ્ટ 2009થી રમઝાન માસ નિમિત્તે સતત આ કાર્ય કરી રહ્યું છે.લાભાર્થીઓની યાદી કાર્ડ સ્વરૂપે રાખવામાં આવે છે અને નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. આ ફંડમાં ચોક્કસ દાતાઓ દ્વારા નિયમિતપણે દાન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા હોસ્પિટલમાં ઓપીડી પણ ચલાવવામાં આવે છે, તેમજ રાહત દરે મેડિકલ સ્ટોરમાંથી દવાઓનું વિતરણ પણ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બયતુલ માલ ટ્રસ્ટ, વિરમગામના પ્રમુખ ઇમતીયાઝુદ્દીન સૈયદ, સેક્રેટરી બરાન ઇકબાલ હુસૈન, ખજાનચી વોરા મોહમ્મદ ઇરફાન, ટ્રસ્ટીઓ ખોખર મુસ્તાકભાઈ, મોદન અલી મોહમ્મદ, તાઈ ઝુબેર અને તેમની ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી. અશફાક સબાસરા અને અન્ય યુવાનોએ પણ કાર્યક્રમ દરમિયાન સારો સહયોગ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હવે લોકોના ‘અગ્નિસંસ્કાર’ પણ મોંઘા, રૂ.1100 ચૂકવવા પડશે:સુરતમાં રામનાથ ઘેલા સહિતના સ્મશાનોને મફતમાં મળતો ગેસ પૂરવઠો બંધ; રોજના 20થી 25 અગ્નિદાહ
    Next Article
    VNSGU અંગ્રેજી વિભાગે કેરળમાં શૈક્ષણિક પ્રવાસ યોજ્યો:વિદ્યાર્થીઓએ કોચી-મુઝિરિસ બિનાલે અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment