Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ પર ફૂડ વિભાગના દરોડા:FSSAI ના લાયસન્સ અને સ્વચ્છતા મુદ્દે કડક ચકાસણી;અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો

    1 day ago

    વડોદરાના જાણીતા નવલખી મેદાન ખાતે આવેલા VNF ગરબા ગ્રાઉન્ડ પર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તંદુરસ્ત અને સલામત ખાદ્ય સામગ્રીની ખાતરી કરવા માટે ફૂડ સેફ્ટી ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સ્ટોલ્સ પરથી અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરીને તંત્રે ગરબા રમવા આવતા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરી હતી. નવરાત્રિમાં ખાણીપીણીની ગુણવત્તા જાળવવા પગલું નવરાત્રિના પવિત્ર માહોલમાં ખેલૈયાઓની ભારે ભીડ જામતી હોવાથી ગ્રાઉન્ડ પર ધમધમતા ફૂડ સ્ટોલ્સ પર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવી અત્યંત આવશ્યક બની જાય છે. આ જ હેતુસર વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની ટીમે અચાનક દરોડા પાડીને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા માટે સ્ટોલ સંચાલકો સામે લાલ આંખ કરી હતી. વેપારીઓના લાયસન્સ અને ગુણવત્તા તપાસાઈ તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમે વિવિધ ખાણી-પીણીના સ્ટોલ્સ પર FSSAI ના નિયમો અનુસારના માન્ય લાયસન્સ અને રજિસ્ટ્રેશનની કડક ચકાસણી કરી હતી. આ ઉપરાંત, સ્ટોલ્સમાં રાખવામાં આવેલા કાચા માલ તેમજ તૈયાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવી હતી, જ્યાં સ્વચ્છતાના ધારાધોરણોનો ભંગ થતો જણાતાં અધિકારીઓએ સ્થળ પર જ જરૂરી કડક સૂચનાઓ આપી હતી. લાંબા સમયથી સચવાયેલો ખોરાક મળ્યો ફૂડ સેફ્ટી અધિકારીઓએ કેટલાક સ્ટોલ્સ પર અસ્વચ્છ અને બગડેલી સ્થિતિમાં રાખવામાં આવેલા ખાદ્ય પદાર્થો તાત્કાલિક સ્થળ પર જ નષ્ટ કરાવ્યા હતા. આ સાથે જ, સ્ટોલ સંચાલકોને યોગ્ય ફૂડ ગ્રેડ કન્ટેનર અને વાસણો વાપરવાની સખત સૂચના આપવામાં આવી હતી જેથી અખાદ્ય પદાર્થોના સંપર્કમાં આવવાથી થતી બીમારીઓથી નાગરિકોને બચાવી શકાય. 10 કિલો બગડેલા પાપડીના લોટનો નાશ કરાયો તપાસ દરમિયાન એક ફૂડ સ્ટોલના ફ્રિજમાંથી અંદાજે 10 થી 12 કિલો જેટલો સંગ્રહિત અને બગડી ગયેલો પાપડીનો લોટ મળી આવ્યો હતો. નાગરિકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું કરી શકે તેવા આ લોટના જથ્થાને ફૂડ ટીમે તુરંત કબજે કરીને સ્થળ પર જ નષ્ટ કરી દીધો હતો. તંત્રની આ કડક કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    BSFએ ધોરડોની 6 શાળાઓને રૂ. 5 લાખની સામગ્રી આપી:સરહદી વિસ્તારની શાળાઓમાં રમતગમત અને શૈક્ષણિક સુવિધાઓનું વિતરણ કરાયું
    Next Article
    સનાથલ રેલવે બ્રિજ પાસે કન્ટેનરમાં બાઇક ઘુસતા બે મિત્રના મોત:રિફ્લેક્ટર કે કોઈ પાર્કિંગ લાઈટ વગર જાહેર રોડ ઉભું હતું, કન્ટેનર ચાલકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment