Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સનાથલ રેલવે બ્રિજ પાસે કન્ટેનરમાં બાઇક ઘુસતા બે મિત્રના મોત:રિફ્લેક્ટર કે કોઈ પાર્કિંગ લાઈટ વગર જાહેર રોડ ઉભું હતું, કન્ટેનર ચાલકની ધરપકડ

    1 day ago

    સનાથલ રેલવે બ્રિજ નજીક એક કન્ટેનર ટ્રક ચાલકની બેદરકારીના કારણે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રોડ પર કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ કે રિફ્લેક્ટર વગર જોખમી રીતે પાર્ક કરવામાં આવેલા કન્ટેનર પાછળ બાઇક ધડાકાભેર અથડાતા મોત થયું હતું. આ અંગે ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મોરૈયાગામા રહેતા 24 વર્ષીય હર્ષદકુમાર મઢવી ગત 13 ઓક્ટોમ્બરે રાત્રે તેના 20 વર્ષીય મિત્ર શનિ બળદેવભાઈ રાવળ સાથે બાઇકની પાછળ બેસીને સનાથલથી ઉજાલા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સનાથલ રેલવે બ્રિજ ઉતરતા પોલારિસ શોરૂમ પાસે જાહેર રોડ પર એક કન્ટેનર ટ્રક સેફ્ટી, પાર્કિંગ લાઈટ કે રેડિયમ રિફ્લેક્ટર વગર અત્યંત બેદરકારીપૂર્વક પાર્ક કરવામાં આવી હતી. કોઈ નિશાની કે લાઈટ ન હોવાના કારણે તેમનું બાઇક કન્ટેનર ટ્રકની પાછળ જોરથી અથડાયું હતું. આ અકસ્માતમાં હર્ષદકુમાર અને શનિ બંનેને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકોએ બંનેને 108ને જાણ કરતા આવી હતી. જેના ડૉક્ટરે બંને યુવાનોને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતક હર્ષદકુમારના નાના ભાઈ નિલેષકુમારે બેદરકારીથી ટ્રક પાર્ક કરનાર કન્ટેનર ટ્રકના ચાલક વિરુદ્ધ એસજી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ પર ફૂડ વિભાગના દરોડા:FSSAI ના લાયસન્સ અને સ્વચ્છતા મુદ્દે કડક ચકાસણી;અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો
    Next Article
    મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ આપી:નવરાત્રિ નિમિત્તે 'એડોપ્શન ઓફ મા' પ્રોજેક્ટ હેઠળ ચાર વર્ષથી સેવા યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment